GUJARAT BOTAD

બોટાદની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ કરી નવતર ઉજવણી

by Admin on | 2023-08-25 15:33:01

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 18


બોટાદની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ કરી નવતર ઉજવણી

ઈસરોના વૈજ્ઞાનિકોના અથાક પ્રયત્નોને બિરદાવવા બાળકોએ “ઈસરો ચંદ્રયાન-3” લખેલી માનવ સાંકળ બનાવી

જે ક્ષણની તમામ ભારતવાસીઓને રાહ હતી, એ ક્ષણ જ્યારે આવી ત્યારે બધાના ધબકારા વધી ગયા હતા. સૌ નાગરિકો પ્રાર્થના કરતા હતા કે ઈશ્વર બધુ સહીસલામત પાર પાડે. ચંદ્રયાને જ્યારે સોફ્ટ લેન્ડિંગ કર્યુ ત્યારે આ પ્રાર્થનાઓ જાણે ફળી હોય તેવો માહોલ સમગ્ર દેશમાં જોવા મળ્યો હતો. 

અનેક લોકોની આંખોમાં હર્ષના અશ્રુ આવ્યા તો અનેક લોકોએ ફટાકડા ફોડી દીવાળીના પર્વ અગાઉ ઓગસ્ટ મહિનામાં દીવાળી મનાવીને ઐતિહાસિક ક્ષણને વધાવી લીધી હતી.!! અને આવી શાનદાર ઉજવણી કેમ ન હોય? ઇસરોના ચંદ્રયાન-૩એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી દીધો છે. બુધવારે સાંજે છ વાગીને ચાર મિનિટે ચંદ્રયાન-૩ ચંદ્રની સપાટી પર ઉતર્યુ હતું. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરનાર ભારત વિશ્વનો પહેલો દેશ બન્યો છે. આ સિવાય ભારત ચંદ્રની ધરતી પર ઉતરનારો ચોથો દેશ છે.

ચંદ્રયાન-૩ના ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરતાની સાથે જ આખોય દેશ ખુશીથી ઝૂમી ઊઠ્યો હતો. ત્યારે બોટાદની મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ તે ખુશીને એવી રીતે તો વધાવી કે તેમાં સહભાગી બનેલા તમામ બાળકો આ ક્ષણને ક્યારેય વિસરી નહીં શકે. ઈસરોના વૈજ્ઞાનિકોના અથાક પ્રયત્નોને બિરદાવવા બાળકોએ “ઈસરો ચંદ્રયાન-3” લખેલું પ્રતિત થાય તેવી માનવ સાંકળ બનાવીને ઉજવણી કરી, અને તેનો આકર્ષક નજારો કેમેરામાં કેદ કરાયો. બોટાદ જિલ્લાની મોડેલ સ્કૂલ વિદ્યાર્થીઓની સાથે શાળાના આચાર્યશ્રી- શિક્ષકો સહિત તમામ લોકો જોડાયા હતા. કિલ્લોલ કરતા બાળકો સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું.

Search
Recent News
Top Trending

Leave a Comment