GUJARAT BOTAD

આજે હનુમાન દાદાનો વાર ; સાળંગપુરમાં મંદિર, પોલીસ તંત્ર માટે પડકારનો શનિવાર

by Admin on | 2023-09-02 06:25:40

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 18


આજે હનુમાન દાદાનો વાર ; સાળંગપુરમાં મંદિર, પોલીસ તંત્ર માટે પડકારનો શનિવાર

સપ્તાહના છેલ્લા બે દિવસ 40 હજારથી વધુ દર્શનાર્થીની ભીડ ઊમટે છે

ખાતે હનુમાન દાદાના ભીંતચિત્રોના વિવાદ સપાટી પર આવ્યા બાદ આવતીકાલે પહેલો શનિવાર છે. સામાન્ય રીતે શનિવાર અને રવિવાર આ સ્થાને હજાર શ્રધ્ધાળુઓ દૂર દૂરથી દર્શને આવતા હોય છે. હનુમાન દાદાના વિવાદાસ્પદ ભીંતચિત્રોના કારણે અહીયા છેલ્લા બે દિવસથી પરિસ્થિતિ થોડી વણસેલી છે તેવા સંજોગોમાં આવતીકાલથી બે દિવસની રજામાં ભક્તોનો પ્રવાહ વધવાની સંભાવનાને જોતાં તંત્ર વધુ સાવધ બન્યું છે.


ચિત્રોના વિવાદમાં સઘળા નિર્ણય વડતાલથી લેવાતા હોવાના સંબંધિત સંપ્રદાયના સાળંગપુર ખાતેના સંતો વારંવાર નિવેદન કરી ચૂક્યા છે તેવા સંજોગોમાં પણ ભીંતચિત્રો હટાવાની માંગ સાથે વિવિધ હિન્દુવાદી સંગઠનો અને સંતો-મહંતો અહી આવી રહ્યા હોવાથી મામલો વધુ ગરમાયો છે. આજે પણ વિશ્વ હિન્દુ પરિષદ, બોટાદ અને દશનામી સાધુ સમાજના સંતોએ સાળંગપુરમાં આવી સંપ્રદાય સામે વિરોધ નોંધાવતા પોલીસ ખડકી દેવાઇ હતી. દરમિયાન અનેક સંગઠનો અને ભક્તોએ ભીંતચિત્રોનો વિરોધ જારી રાખ્યો હતો.


તમારા કયા ધર્મગ્રંથોમાં હનુમાનજી નતમસ્તક થયા એ દેખાડો

હિન્દુ સંગઠન રાજકોના કિર્તીદાન દેથાએ જણાવ્યું કે, વારંવાર અમારાં દેવી-દેવતાઓ પર ટિપ્પણી કરવામાં આવે છે. 242 વર્ષ પહેલાંના તમારા સ્વામી આગળ તમે હનુમાન મહારાજને નતમસ્તક દેખાડો છો તો આ બાબતે અમારે જાણવું છે. તમારા એવા કયા ધર્મગ્રંથોમાં કે ઈતિહાસનાં પાનાંમાં લખ્યું છે કે તમે ડાયરેક્ટ અમને ટાર્ગેટ કરો છો.'તેમણે કકહ્યુંહતું કે'હનુમાન એ મહાસત્તા છે. અમારા બચુભાઈ ગઢવી કહેતા કે આ મહાસત્તા સામે ઊભી હોય એ દિવસે આપણી સામે કોઈ ન હોય. ભલે પૈસાનો પાવર હોય ન કે પછી પોલિટિક પાવર હોય. મને એટલી ખબર છે કે અમારી સાથે અમારો નાથ હોય, અમારી સાથે અમારો બાપ હોય તો સામે ગમે તેવી સત્તા કેમ ન હોય, પણ લડી લેવાની તેવડ છે. તમારે કોઈપણ ભોગે ભીંતચિત્રો હટાવવા જ પડશે.

વિશ્વમાં હિન્દુ મજાક બની રહ્યાં છે, વડતાલ મંદિર ખુલાસો કરે

ડાકોર દંડી આશ્રમના સંત વિજયદાસ મહારાજે જણાવ્યું હતું કે, પ્રતિક્રિયા આપી હતી. આ વિવાદને કારણે સમગ્ર વિશ્વમાં હિન્દુઓની મજાક થઇ રહી હોવાનું જણાવ્યું હતું. હનુમાનજી મહારાજને અમે અમારા ઇષ્ટ ગૂરૂજી તરીકે માનીયે છીએ. સાળંગપુરમાં કિંગ ઓફ સાળંગપુરની ભવ્ય પ્રતિમા બનાવી એકબાજુ તમે તેને કિંગ બતાવો છો અને તેની નીચે તમે તેને દાસ બનાવી દીધા. અને તે પણ ઘનશ્યામ મહારાજને વંદન કરતા, જે ખોટુ છે. ગોપાળાનંદજી મહારાજે હનુમાનજીને ઈષ્ટદેવના રૂપમાં સ્વીકાર્યા હતા. આ રીતે હનુમાનજીને તેમની સેવા કરતા દર્શાવી નીચા બતાવવાની જે વાત છે, તે અયોગ્ય છે. આ મામલે વડતાલ સંપ્રદાયે વહેલી તકે ખુલાસો લાવવો જોઈએ.

Search
Recent News
Top Trending

Leave a Comment