GUJARAT BOTAD

કેન્દ્રીયમંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને બોટાદમાં બેંકનાં અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ

by Admin on | 2023-09-02 14:43:56

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 78


કેન્દ્રીયમંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને બોટાદમાં બેંકનાં અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ

પ્રધાનમંત્રીશ્રી જ્યારે ભારતના અર્થતંત્રને વિશ્વમાં અગ્રીમ સ્થાન અપાવવા પ્રયત્નશીલ છે ત્યારે તેમાં બેન્કિંગ સેક્ટરની ભૂમિકા ખૂબ અગત્યની છે

આયુષ વિભાગ તથા મહિલા અને બાળવિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી આયુષ ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને વિવિધ બેંકનાં અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાણપુર તેમજ બરવાળા બ્લોક સહિત જિલ્લાના બેન્કિંગ સેક્ટરની કામગીરીની બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. 


મિટિંગની શરૂઆતમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીની આગેવાનીમાં વૈજ્ઞાનિકો સખત મહેનત કરી રહ્યા છે. ચંદ્રના જે સ્થાને વિશ્વના કોઈપણ દેશ પહોંચી નથી શક્યા ત્યાં આપણે પહોંચીને વિશ્વ વિક્રમ સર્જ્યો છે તે બદલ હું ઇસરોના તમામ વૈજ્ઞાનિકોને શુભેચ્છાઓ પાઠવું છું. 


મંત્રીશ્રીએ બેન્કના અધિકારીશ્રીઓને સંબોધતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી જ્યારે ભારતના અર્થતંત્રને વિશ્વમાં અગ્રીમ સ્થાન અપાવવા પ્રયત્નશીલ છે ત્યારે તેમાં બેન્કિંગ સેક્ટરની ભૂમિકા ખૂબ અગત્યની છે. ત્યારે આપણે સૌએ સાથે મળીને બોટાદ જિલ્લાને વધુ વિકસિત બનાવવા પ્રયત્નો કરવાના છે. ક્ષુલ્લક કારણોસર સખીમંડળોની અરજીઓ રદ ન કરવા તેમજ એનપીએ ઘટાડવા પ્રયત્નો કરવા જોઈએ. 


મંત્રીશ્રીએ બેંકોમાં ગ્રાહકોને પૂરતો સહયોગ આપવો, સિનિયર સિટીઝન પેન્શનરો તેમજ દિવ્યાંગજનો માટે વિશેષ વ્યવસ્થા કરવી તેમજ જો સખીમંડળો તેમજ નાગરિકોને લોન આપવા બાબતે વહીવટી પ્રશ્નો હોય તો તેને હલ કરવા પ્રયાસ કરવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ બેન્કોને ગામડાંઓ જઈ કેમ્પ કરી લોકોને વધુને વધુ માહિતી આપી બેન્કના લાભો મેળવવા પ્રોત્સાહિત કરવા તેમજ ૧૦ રૂપિયાના સિક્કાના ઉપયોગ બાબતે જાગૃતિ લાવવા સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, બેન્કોમાં હિન્દી તેમજ અંગ્રેજી ભાષાની સાથોસાથ ગુજરાતી ભાષામાં પણ સૂચના રાખવી જોઈએ. 


આ બેઠકમાં કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનીયા, નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશ પરમાર, લીડ બેન્ક મેનેજર શ્રી મિતેષ ગામીત, બોટાદની વિવિધ બેન્કોના બ્રાન્ચ મેનેજરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં છે.

Search
Recent News
Top Trending

Leave a Comment