GUJARAT BOTAD

કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને તેમની ગ્રાન્ટમાંથી રાણપુર ગ્રામ પંચાયતને વૈકૂંઠરથના લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન

by Admin on | 2023-09-02 14:47:53

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 85


કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને તેમની ગ્રાન્ટમાંથી રાણપુર ગ્રામ પંચાયતને વૈકૂંઠરથના લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન

ગરીબહિતલક્ષી અને ખેડૂતહિતલક્ષી આ સરકાર નિરંતર નાગરિકોના ઉજળા ભવિષ્ય માટે કાર્યરત: ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી

આજરોજ બોટાદ જિલ્લાના રાણપુર ખાતે આયુષ વિભાગ તથા મહિલા અને બાળવિકાસ વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાના અધ્યક્ષસ્થાને તેમની ગ્રાન્ટમાંથી રાણપુર ગ્રામ પંચાયતને વૈકૂંઠરથના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મંત્રીશ્રીએ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચશ્રીને વૈકૂંઠરથની પ્રતિકાત્મક ચાવી એનાયત કરી હતી. 


આ અવસરે મંત્રીશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, “રાણપુર મારૂં છે. હું ડોક્ટર બન્યો ત્યારે રાણપુરવાસીઓએ મને ખૂબ જ સહકાર આપ્યો હતો અને હવે રાણપુરનું ધ્યાન રાખવાની મારી ફરજ છે. અહીંના લોકોની માંગ સંતોષતા આજે વૈકૂંઠરથનું લોકાર્પણ થયું છે. ઈશ્વર પાસે હંમેશા એવી પ્રાર્થના રહેશે કે આ વૈકૂંઠરથનો ઉપયોગ ન કરવો પડે પરંતુ તેમ છતાં કુદરતના નિયમ પ્રમાણે આ વૈકૂંઠરથમાં અંતિમયાત્રાએ જતાં સ્નેહીજનોને સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના.”


મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “અલગ અલગ તાલુકાઓમાં જઈને દિશા મીટીંગ યોજવાનો અમે નવતર પ્રયાસ કર્યો છે. જે અન્વયે આઝાદી બાદ કદાચિત પ્રથમ વખત રાણપુરમાં દિશાની મીટીંગ યોજવામાં આવી હતી, જે ખૂબ ગૌરવપૂર્ણ વાત છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વમાં આજે ભારત ચંદ્ર સુધી સફળતાપૂર્વક પહોંચ્યું છે અને સમગ્ર વિશ્વમાં આપણાં દેશે ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. ચંદ્રયાન મિશનની સફળતા માટે સમગ્ર રાણપુર તરફથી ઈસરોના વૈજ્ઞાનિકોને હું અભિનંદન પાઠવું છું.” વધુમાં તેમણે કહ્યું હતું કે, મારો હંમેશા એવો આગ્રહ છે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રના વિકાસ માટે હું હંમેશા પ્રતિબદ્ધ છું. આ માટે મેં મારા સંસદીય ક્ષેત્રમાં પુસ્તકાલયો, જીમ, વોકિંગ અને રનિંગ ટ્રેક સહિતના સંશાધનોના વિકાસ કર્યો અને હજુ પણ અવિરત પણે વિકાસ થઇ રહ્યો છે, જેથી બાળકો,યુવાનો સહિત તમામ નાગરિકોની સુખાકારીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.” 


ધંધુકાના ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીએ પ્રસંગોચિત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીશ્રી તથા સાંસદશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાની કટિબદ્ધતા સરાહનીય છે. તેમણે તેમની ગ્રાન્ટમાંથી રૂ. 23 લાખની ફાળવણી થકી રાણપુરવાસીઓ માટે આ વૈકૂંઠરથનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ભગવાન પાસે એવી પ્રાર્થના રહેશે કે આ રથનો ઉપયોગ ઓછામાં ઓછો કરવો પડે. શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં આપણાં દેશનું નામ ગૌરવવંતુ કર્યું છે. ગરીબહિતલક્ષી અને ખેડૂતહિતલક્ષી આ સરકાર નિરંતર નાગરિકોના ઉજળા ભવિષ્ય માટે કાર્યરત છે.”


આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ કેન્દ્રીય મંત્રીશ્રી તથા સાંસદશ્રી ડો. મહેન્દ્રભાઈ મુંજપરાનો આભાર વ્યક્ત કર્યો હતો. સનશાઈન ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ, રાણપુરના પ્રાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બલોલિયા, પ્રાંત અધિકારીશ્રી બરવાળા, મામલતદારશ્રી રાણપુર, જિલ્લા અગ્રણી શ્રી મયૂરભાઈ પટેલ જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લાના અગ્રણીઓ, રાણપુરના ઉદ્યોગપતિઓ તેમજ મોટી સંખ્યામાં રાણપુરવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

Search
Recent News
Top Trending

Leave a Comment