by Admin on | 2023-09-02 14:51:45
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 71
કેન્દ્રીય મંત્રી અને બોટાદ જિલ્લાકક્ષાની દિશા મોનીટરીંગ સમિતિના અધ્યક્ષશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાના અધ્યક્ષપદે આજરોજ બોટાદ કલેકટર કચેરી ખાતે દિશા મોનીટરીંગ સમિતિની રિવ્યુ બેઠક યોજાઈ હતી. જેમાં વર્ષ-૨૦૨૩-૨૪ના માહે ઓગસ્ટ અંતિત કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરવાની સાથોસાથ જનસુખાકારીના કામોને અગ્રતા આપી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓને કેન્દ્રીય મંત્રીશ્રીએ તાકીદ કરી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ.મહેન્દ્રભાઇ મુંજપરાએ યોજનાઓની સમીક્ષા કરતા વિવિધ વિભાગોને લગતી જનકલ્યાણકારી યોજનાઓના લાભો તમામ જરૂરીયાતમંદોને સમયસર મળી રહે તે સુનિશ્વિત કરવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. કેન્દ્રિય મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો કે, “આંગણવાડીમાં ભણતા બાળકો આપણાં દેશનું ભવિષ્ય છે, તેમના મધ્યાહન ભોજનમાં પોષણનો વિશેષ ખ્યાલ રાખવો જોઈએ.”

કેન્દ્રીય મંત્રીશ્રીએ મનરેગા, દીન દયાળ અંત્યોદય યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ પેયજળ કાર્યક્રમ, ખેતી, સિંચાઈ સહિત વિવિધ વિભાગની કેન્દ્રીય મંત્રીશ્રીએ બારીકાઇથી સમીક્ષા કરી હતી.

જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયાએ જિલ્લામાં પ્રગતિ હેઠળના વિકાસકાર્યો વિશે વિસ્તૃત જાણકારીથી કેન્દ્રીય મંત્રીશ્રીને વાકેફ કર્યા હતા.
બેઠકમાં ચર્ચા દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણીએ જરૂરી રચનાત્મક સૂચનો કર્યા હતાં.

બેઠકની શરૂઆતમાં કલેક્ટરશ્રીએ મંત્રીશ્રીનું પોટ્રેટ આપી સ્વાગત કર્યું હતું. આ બેઠકમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ડી.આર.ડી.એ. ડિરેક્ટર(ઇ.ચા.)શ્રી મકવાણાએ કેન્દ્રીય મંત્રીશ્રીને યોજનાકીય કામોની વિગતો પૂરી પાડી હતી.

આ મીટિંગમાં કેન્દ્રીય મંત્રીશ્રીના પી.એસ.શ્રી ઓરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા, નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશભાઈ પરમાર, કેન્દ્રીય મંત્રીશ્રીના પી.એ.શ્રી બી.કે.દવે, જિલ્લા અગ્રણીશ્રી મયૂરભાઈ પટેલ સહિત દિશા સમિતિના અન્ય સભ્યશ્રીઓ, જિલ્લાનાં સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ