GUJARAT BOTAD

પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં જન્માષ્ટમી પર્વ ની ઉજવણીની તડામાર તૈયારી શરુ

by Admin on | 2023-09-06 14:31:26

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 20


પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં જન્માષ્ટમી પર્વ ની ઉજવણીની તડામાર તૈયારી શરુ

પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા મા આવનારી તારીખ 07/09/2023ને ગુરુવાર ના રોજ જન્માષ્ટમી પર્વ ની ઉજવણીની તડામાર તૈયારી શરુ કરવામાં આવી આવતી કાલે એટલે કે જન્માષ્ટમી ના પવિત્ર દિવસે જગ્યા ની પરંપરા મુજબ પૂજ્ય શ્રી વિસામણબાપુ ના દીકરી પૂજ્ય નાથીબાઈ માં ના દેવળે જગ્યા ના મહંત પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના હસ્તે ધજારોહણ કરવામાં આવશે

પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા થી લઇ નાથીબાઈમાં ના દેવળ સુધી ભવ્યાતિભવ્ય શોભા યાત્રા નીકળશે આ શોભાયાત્રા પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા થી સવારે ૯:૩૦ વાગ્યે નીકળી બપોરે ૧૨:૦૦ વાગ્યે નાથીબાઈમાં ના દેવળે ધજારોહણ થશે આ શોભાયાત્રા માં ઢોલ શરણાઈ ના તાલે ઠાકર વિહળાનાથ ના કિસ્સા,ભજન, કીર્તન ના સૂર સાથે ભાંભણ ગામ ની રાસમંડળી રાસ રમશે તેમજ શોભાયાત્રા મા ,જગ્યા ના અશ્વો,વિન્ટેજ ગાડીઓ અને ખુબ મોટી સંખ્યા માં ગામના લોકો અને ઠાકર ના સેવકો અને સમસ્ત વિહળ પરિવાર જોડાશે

અને પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા,પૂજ્ય શ્રી ભયલુબાપુ,પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દિયાબા તેમજ પૂજ્ય શ્રી પૃથ્વીરાજબાપુ ના હસ્તે નાથીબાઈ માં ના દેવળે ધજા ચડાવવામાં આવશે

ત્યારબાદ સૌ જગ્યામા આવી પ્રસાદ લઇ ધન્યતા અનુભવશે ત્યારબાદ રાત્રે ૧૨:૦૦ વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણજન્મોત્સવ ની ભવ્ય ઉજવણી ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ અને શ્રી કૃષ્ણભગવાન ની ઢોલ નગારા સાથે ભવ્ય આરતી કરવામાં આવશે

આરતીમા ફટાકડા ફોડી નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી ના નારા સાથે ભવ્યાતીભવ્ય આરતી કરવામાં આવશે

અહેવાલ કનુભાઈ ખાચર

Search
Recent News
Top Trending

Leave a Comment