GUJARAT BOTAD

બોટાદમાં આંગણવાડી કાર્યકર્તા બહેનો લઇ રહ્યાં છે પોષણ શપથ: પોષણયુક્ત આહારનાં મહત્વ અંગે માર્ગદર્શક સેમિનાર દ્વારા મેળવી રહ્યાં છે અવનવી માહિતી

by Admin on | 2023-09-12 17:56:53

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 65


બોટાદમાં આંગણવાડી કાર્યકર્તા બહેનો લઇ રહ્યાં છે પોષણ શપથ: પોષણયુક્ત આહારનાં મહત્વ અંગે માર્ગદર્શક સેમિનાર દ્વારા મેળવી રહ્યાં છે અવનવી માહિતી

બોટાદ જિલ્લામાં 20 હજારથી વધુ બાલશક્તિ, 16 હજારથી વધુ પૂર્ણાશક્તિ તેમજ 7 હજારથી વધુ માતૃશક્તિના પેકેટના વિતરણ દ્વારા બાળકો, કિશોરીઓ તેમજ માતાઓને મળી રહ્યો છે પૌષ્ટિક આહાર થકી પોષણનો ડેઇલી ડોઝ

  “સહી પોષણ, દેશ રોશન”નાં સૂત્ર સાથે સમગ્ર દેશ અને રાજ્યનાં બાળકોને સુપોષિત કરવા માટે અને ભારતનાં ભવિષ્યને ઉજ્જવળ અને સ્વસ્થ બનાવવા માટે અભૂતપૂર્વ પોષણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશની પ્રગતિ માટે પોષણ ખૂબ જરૂરી બાબત છે, જો દેશનાં તમામ નાગરિકો સુપોષિત હશે તો વિકાસની ગતિ વધુ ઝડપી બનશે.


       આ અનોખા અભિયાન અંતર્ગત સપ્ટેમ્બર માસ દરમિયાન બાળકો, કિશોરો, સગર્ભા તેમજ ધાત્રી માતાઓના સ્વાસ્થ્યને સુપોષિત કરવા તેમજ ખાસ કરીને કુપોષણ નાબૂદ કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે, સાથોસાથ પોષણયુક્ત આહાર બાબતે જાગૃતિ લાવવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આ અભિયાનમાં વિશેષ રીતે પૌષ્ટિક આહાર, એનેમિયા નિયંત્રણ, સ્વચ્છતા, ઝાડા નિયંત્રણ ,બાળકનાં જીવનના પ્રથમ 1000 દિવસની સંભાળ સહિતનાં મુદ્દાઓને સાંકળી લેવામાં આવ્યાં છે. આ અભિયાનમાં આશાવર્કર બહેનો તથા એએનએમ બહેનો અને આંગણવાડી બહેનોની મુખ્ય ભૂમિકા છે.


           પોષણયુક્ત ગુજરાતનું સ્વપ્ન સાકાર કરવા ટેક હોમ રાશન દ્વારા 6 માસથી 3 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓને પૌષ્ટિક આહાર આપવામાં આવી રહ્યો છે. જે અન્વયે માતાઓ દર ચોથા મંગળવારે આંગણવાડી કેન્દ્રો ખાતેથી પોષણયુક્ત કીટ મેળવી પોતાના સ્વાસ્થ્યની કાળજી રાખી રહી છે. રાજ્યસ્તરેથી આ તમામ વયજૂથનાં લોકોનાં પોષણનું ડિજીટલ રીતે નિરિક્ષણ પણ કરવામાં આવી રહ્યું છે. 

બોટાદ જિલ્લાની વાત કરીએ તો આઇસીડીએસ વિભાગનાં જણાવ્યા અનુસાર જિલ્લામાં 20 હજારથી વધુ બાલશક્તિ, 16 હજારથી વધુ પૂર્ણાશક્તિ તેમજ 7 હજારથી વધુ માતૃશક્તિના પેકેટનું વિતરણ કરવામા આવી રહ્યું છે. જિલ્લામાં 4 હજારથી વધુ સગર્ભા માતાઓ તેમજ 3 હજારથી વધુ ધાત્રી માતાઓ માતૃશક્તિ થકી પોષણયુક્ત આહાર લઇ રહ્યાં છે. 


         આ અભિયાન અન્વયે બોટાદ જિલ્લામાં પોષણ માસ-2023ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આ માસ દરમિયાન મહિલાઓ તેમજ બાળકોનાં પોષણ બાબતે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. ત્યારે બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા ખાતે પ્રોગ્રામ ઓફિસરના અધ્યક્ષસ્થાને તેમજ સી.ડી.પી.ઓની ઉપસ્થિતિમાં આંગણવાડી કાર્યકર્તા બહેનોને પોષણ શપથ લેવડાવવામાં આવ્યાં હતાં. સાથોસાથ ઉપસ્થિત કાર્યકર્તા બહેનોને પોષણયુક્ત આહાર અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતુ. પોષણયુક્ત આહારનાં મહત્વ અંગે માર્ગદર્શક સેમિનારથી બહેનોને અવનવી રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.

Search
Recent News
Top Trending

Leave a Comment