GUJARAT BOTAD

બોટાદ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ

by Admin on | 2023-09-13 11:31:43

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 199


બોટાદ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ

માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના વરદહસ્તે આયુષ્યમાન ભવઃ કાર્યક્રમનું વર્ચ્યુઅલ લોન્ચીંગઃ હવે આરોગ્યની તમામ યોજનાઓનો લાભ ઘરઆંગણેજ


બોટાદ જિલ્લામાં આયુષ્યમાન ભવઃ અભિયાનનો શુભારંભ: તા.17 સપ્ટેમ્બરથી તા. 2 ઓક્ટોબર સુધી આયુષ્યમાન સેવા પખવાડિયું ઉજવાશે

બોટાદની  મુલાકાતે પધારેલા દેશના માન. રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુના વરદહસ્તે સમગ્ર દેશમાં આયુષ્યમાન ભવઃ કાર્યક્રમનું વર્ચ્યુઅલ લોન્ચીંગ કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે બોટાદ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ હેઠળ લાભાર્થીઓને તમામ આરોગ્ય યોજનાથી માહિતગાર કરવા અને આ યોજનાઓના લાભો જન-જન સુધી પહોંચે તે માટે રાજ્ય સરકાર દ્વારા આયુષ્યમાન ભવઃ અભિયાન અંતર્ગત તા. 17 સપ્ટેમ્બરથી તા. 02 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવશે. 


બોટાદ જિલ્લામાં સેવા પખવાડિયા દરમિયાન જિલ્લાના અંતરિયાળ વિસ્તાર સુધી આરોગ્ય વિભાગ દ્વારા જરૂરિયાતમંદ લોકોને પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત ગ્રામીણ અને શહેરી વિસ્તારની તમામ જાહેર આરોગ્ય સંસ્થાઓ પર સ્વચ્છતા અભિયાન, અંગદાન માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે અંગદાનની પ્રતિજ્ઞા તેમજ રક્તદાન શિબિર યોજી લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવામાં આવશે.


          આ પ્રસંગે જાયન્ટ ગ્રુપના ચેરમેનશ્રી ચંદ્રકાંતભાઇ સાવલિયા અને મહાનુભાવોના હસ્તે ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન કીટ આપી સહાયરૂપ થતા ટેક્સપિન બેરિંગ્સ લીમીટેડ, રાણપુર, આર.એમ.પી. બેરિંગ્સ લીમીટેડ, રાણપુર તથા વન સ્કાય કંપની, લાઠીદડને નિક્ષય મિત્રોનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ અંગદાન માટે પ્રોત્સાહિત કરતી પ્રતિજ્ઞા લીધી હતી.       

          આ અભિયાનમાં પી.એમ.જે.એ.વાય યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવવાની અને વિતરણની કામગીરી ઝૂંબેશ સ્વરૂપે હાથ ધરાશે. જિલ્લાના દરેક તાલુકા સ્તરે, દરેક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે આયુષ્યમાન ભવઃ અભિયાન અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવી આપવામાં આવશે. ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ, અંગદાનના શપથ અને સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે.       

      

                  કાર્યક્રમમાં જાયન્ટ ગ્રુપના ચેરમેનશ્રી ચંદ્રકાંતભાઇ સાવલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.એસ. કનોરિયા, મુખ્ય તબીબી અધિકારી સહ સિવિલ સર્જનશ્રી ડો. અલ્પેશ ગાંગાણી, રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થ ઓફિસરશ્રી ડો. એ.કે.સિંહ, જિલ્લા ક્ષય અધિકારીશ્રી ડો. એ.કે.સિંઘ, આઇએમએ પ્રેસિડન્ટશ્રી ડો. તુષાર રોજેસરા, તાલુકા હેલ્થ ઓફિસરો, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષકો, આરોગ્ય અધિકારીઓ અને કમર્ચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Search
Recent News
Top Trending

Leave a Comment