by Admin on | 2023-09-18 18:04:51
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 43
બોટાદ ખાતે સખી વન સ્ટોપ સેન્ટરમાં મળી આવેલ મહિલાઓ અને ઘરેલુ હિંસાનો ભોગ બનેલ મહિલાઓને રાખાવામાં આવતી હોય છે ત્યારે આ મહિલા ને તેમની મુશ્કેલ પરિસ્થિતિમાં માનસિક સહારો અને હુંફ આપવા માટે સખી વન સ્ટોપ સેન્ટર નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે ત્યારે સખી વન સ્ટોપ સેન્ટર બોટાદ દ્વારા પુનઃસ્થાપનની ખૂબ જ સરસ કામગીરી કરવામાં આવી છે.
181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર બોટાદ ખાતે એમપીની મહિલાને લાવવામાં આવેલ અને મહિલાનું કાઉન્સેલિંગ કરતા જાણવા મળેલ કે મહિલા મધ્યપ્રદેશના છે તેમનું ગામનું નામ જાણવા મળતા નજીક ના પોલીસ સ્ટેશન નો કોન્ટેક્ટ કરેલ અને મહિલા સાથે વાતચીત કરવા જાણવા મળેલ કે મહિલા મધ્યપ્રદેશ રાજ્યના જિલ્લા બૈતૂ લ ગામ જાજબોડી છે મહિલાનો ફોટો પોલીસ સ્ટેશન થાના પીઆઈ ને મોકલતા ગામના સરપંચ નો નંબર આપેલ ને વિડિયો કોલ માં પરિવાર ના સભ્ય સાથે વાતચીત કરતા જાણવા મળેલ કે મહિલા મધ્યપ્રદેશના છે મહિલાના લગ્ન થઈ ગયેલ છે મહિલા ને ત્રણ દીકરીઓ છે અને માતા-પિતાના ઘરે રહે છે અને ખેત મજૂરી કરે છે મહિલાના પતિ દ્વારા અવાર-નવાર શારીરિક અને માનસિક હિંસા આપતા મહિલા છેલ્લા 10 વર્ષ થી પિતા ના ઘરે છે આ કારણે માનસિક અસ્વસ્થ થયેલ જેથી મહિલા કામ ધંધા અર્થે અજાણી વ્યક્તિના સંપર્કમાં આવેલ અને મહિલાને રોજગારી આપશે તે અર્થે ગુજરાતમાં લાવેલ અને મહિલાને રસ્તા ઉપર મૂકીને ભાગી ગયેલ ત્યારથી મહિલા આશરે એક મહિનાથી ગુજરાતમાં છે.
આથી સખી વન સ્ટોપ સેન્ટર પર પાંચ દિવસના આશ્રય તેમજ પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી. બોટાદ જિલ્લાના સખી વન સ્ટોપ ના નોડલ ઓફિસર શ્રી આઈ. આઈ. મન્સૂરી સાહેબ અને દહેજ પ્રતિબંધક સહક્ષણ અધિકારી શ્રી હેતલ મેમ ના સતત માર્ગદર્શન અંતર્ગત મહિલાની મેડિકલ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
મહિલાની તમામ વિગતો મળતા જ સખી વન સ્ટોપ બોટાદ જિલ્લા દ્વારા બૈતૂલ ના સખી વન સ્ટોપ સેન્ટર નો સંપર્ક કરી ત્યાંના કેન્દ્ર સંચાલક જોડે વાત કરી મહિલાને મધ્ય પ્રદેશના બૈતુંલ સુધી પહોંચાડવામાં આવેલ .ગામના સરપંચ શ્રી પાસેથી તમામ હકીકત સત્ય જાણવા મળેલ કે મહિલાના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી અને કોઈ પરિવારના સભ્યો મધ્ય પ્રદેશથી ગુજરાતમાં લેવા આવી શકે તેવી પરિસ્થિતિ નો હોવાથી સખી વન સ્ટોપ સેન્ટર બોટાદ ના બે કર્મચારી તથા સિક્યુરિટી સ્ટાફ સાથે રેલ્વે માં મધ્યપ્રદેશના બૈતુલ ખાતે પહોંચી પરિવાર સાથે વાત કરતાં જાણવા મળેલ કે આશરે 5-6 મહિના થી મહિલા ઘરે થી નિકળી ગયેલ પિતા ને જોઇ ને દિકરી ની આંખ માં હર્ષ ના આંસુ આવી ગયેલને સખી વન સ્ટોપ સેન્ટર બૈતૂલ ખાતે મહિલા નાપરિવાર સાથે સુખદ પુનઃ સ્થાપન કરાવેલ.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ