GUJARAT BOTAD

બોટાદ પત્રકારની ન્યાયના હિતમાં મોટી જીત... ટાટમ ગામે કવરેજ કરતાં પત્રકાર પર પોલીસના હુમલાની ઘટનામાં બે પોલીસ કર્મી દોષિત ઠર્યા.. ગુનો નોંધવા હુકમ...

by Admin on | 2023-09-19 07:22:36

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 24


બોટાદ પત્રકારની ન્યાયના હિતમાં મોટી જીત... ટાટમ ગામે કવરેજ કરતાં પત્રકાર પર પોલીસના હુમલાની ઘટનામાં બે પોલીસ કર્મી દોષિત ઠર્યા.. ગુનો નોંધવા હુકમ...

પોલીસ અધિકારી કર્મચારી પર વર્દીનો નશો હાવી થઈ જાય ત્યારે સત્તાનો દુરુપયોગ કરી પબ્લિક પર રોફજમાવવા ના પ્રયત્નોમાં પત્રકારો સાથે જાહેરમાં ગુંડાગર્દી કરવાની, સત્તાનો દુરુપયોગ કરવાની અને ધાક ધમકી આપવાની ઘટના બનતી હોય છે, ત્યારે આવી જ ઘટના 15 ઓગસ્ટ 2018 ના રોજ ગઢડા તાલુકાના ટાટમ ગુરુકુળ પાસે બની હતી.આ કામે ફરીયાદી એ ફરીયાદ તા.૧૮/૦૮/૧૮ ના રોજ ગઢડા કોર્ટમાં રજુ કરતાં મેજીસ્ટ્રેટ સાહેબશ્રીએ ફરીયાદીનુ વેરીફીકેશન લઈ સીઆરપીસી કલમ-૨૦૨ મુજબ ફરીયાદ કોર્ટ ઈન્કવાયરીને હુકમ કરી 10 જેટલા સાક્ષી સાહેદના


નિવેદો લઈ ફરીયાદીની ફરીયાદને મુખ્ય બનાવ બનેલ હોય તે તા-૧૫/૦૮/૨૦૧૮ની ઘટનાં સંદર્ભે આરોપી (૧) પી.એસ.આઈ. ધોરડા ગઢડા પોલીસ સ્ટેશન અને આરોપી નં.(૩) યુવરાજસિંહ

ફોન્સ.ગઢડા પોલીસ ને દોષિત ઠેરવી તેઓના વિરુદ્ધ ગુનો દાખલ કરો હુકમ કર્યો હતો. સદરહુ બનાવને સાહેદોના નિવેદનથી સમર્થન પ્રાપ્ત થતુ હોય ફરીયાદી સદરહુ કામે માર્ક-૧૩/૧ થી જે તે સમયે શ્રી જી.પી ચૌહાણ,નાયબ પોલીસઅધિક્ષકશ્રી,બોટાદનાઓએ સદરહુ બનાવ અંગે


નિવેદન નોંધી સદરહું ફરીયાદ ના આરોપી સામે કોઈ પગલા લીધેલ હોય તેવુ રેકર્ડ પર આવેલ ન હોય જેથીફરીયાદી ની ફરીયાદ તથા રજુ દસ્તા વેજી પુરાવાઓ જોતા પ્રથમ દર્શનીય રીતે ઈ.પી.કો કલમ- ૩૨૩,૫૦૬(૧) મુજબ આરોપી નં(૧) અને આરોપી નં.(૩) નાઓ સામે ગુન્હો બનતો હોય નીચે મુજબન્યા ન્યાયિક  હુકમ કરવામાં આવે છે.


સમગ્ર બનાવ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા ન્યાયના હિતમાં પબ્લિકનો વિશ્વાસ ટકાવી રાખવા દોષિત અધિકારી કર્મચારી પર કાર્યવાહી હાથ ધરવામાં આવે છે કે કેમ તે જોવું રહ્યું..

Search
Recent News
Top Trending

Leave a Comment