GUJARAT BOTAD

બોટાદ જિલ્લાના CHC-ગઢડા ખાતે આયુષ્માન મેળા અન્વયે તબીબી કેમ્પ સંપન્ન : મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ

by Admin on | 2023-09-21 14:13:26

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 129


બોટાદ જિલ્લાના CHC-ગઢડા ખાતે આયુષ્માન મેળા અન્વયે તબીબી કેમ્પ સંપન્ન : મોટી સંખ્યામાં લોકોએ લીધો લાભ

નિષ્ણાંતો દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર અને જરૂરી રેફરલ સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મ દિવસની ઉજવણી અંતર્ગત તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૨ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી આયુષ્માન ભવઃ અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત બોટાદ જિલ્લામાં યુનિવર્સલ હેલ્થ સંતૃપ્તિ કવરેજ દ્વારા આરોગ્ય વિષયક યોજનાઓનું અમલીકરણ મિશન મોડમાં કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે બોટાદ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર-ગઢડા ખાતે આયુષ્માન મેળા અંતર્ગત તબીબી કેમ્પ યોજવામાં આવ્યો હતો.

              

     આ તબીબી કેમ્પમાં મેડીકલ કોલેજ-ભાવનગરના મેડીસીન વિભાગ, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળરોગ નિષ્ણાત, જનરલ સર્જન, કાન-નાક-ગળાના સર્જન, આંખના નિષ્ણાત, મનોચિકિત્સક, ચામડીના નિષ્ણાત, એનેસ્થેટીક અને દાંતરોગના નિષ્ણાત દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર અને જરૂરી રેફરલ સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. તેમજ આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત PMJAY કાર્ડ વિતરણ, NCD અંતર્ગત આભાકાર્ડની કામગીરી પણ કરવામાં આવી હતી. 

            

     આ કેમ્પમાં મેડીસીન વિભાગના ૪૦ દર્દી, બાળરોગના ૨૪, સ્ત્રીરોગના ૮, કાન-નાક-ગળાના રોગના ૪, આંખરોગના ૧૦, ચામડીરોગના ૮, દાંતરોગના ૪, સર્જરી વિભાગના ૫, તેમજ NCD અંતર્ગત ૪૩ લાભાર્થીઓને અને  PMJAY કાર્ડના ૮ મળીને કુલ ૧૫૪ લોકોએ લાભ મેળવ્યો હતો તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. 


Search
Recent News
Top Trending

Leave a Comment