GUJARAT Gadhada

બોટાદમાં પોકસો એકટ-2012 અન્વયે જાગૃતિ અભિયાન: ભક્તરાજ દાદા ખાચર કોલેજ-ગઢડા ખાતે જાગૃતિ કાર્યક્રમ સંપન્ન

by Admin on | 2023-09-21 14:15:54

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 170


બોટાદમાં પોકસો એકટ-2012 અન્વયે જાગૃતિ અભિયાન: ભક્તરાજ દાદા ખાચર કોલેજ-ગઢડા ખાતે જાગૃતિ કાર્યક્રમ સંપન્ન

જિલ્લા બાળ સુરક્ષા એકમ- બોટાદ દ્વારા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ કોલેજો અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કિશોરીઓને જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતો અધિનિયમ 2012 અને બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 અંગે જાગૃતિ લાવવાના ભાગરૂપે જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત જિલ્લાની ભક્તરાજ દાદા ખાચર કોલેજ-ગઢડા ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 


જિલ્લા બાળ સુરક્ષા એકમના લિગલ કમ પ્રોબેશન ઓફિસર એચ.બી આર્ય એ પોકસો એકટ 2012 અને બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006 અંગે કિશોરીઓને વિસ્તૃત સમજ આપી હતી. સામાજિક કાર્યકર આર.એસ.સોલંકી દ્વારા બાળ કલ્યાણ અને દિવ્યાંગ કલ્યાણ યોજનાઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી એસ.એલ.ડવની રાહબરી હેઠળ સમગ્ર અભિયાનમાં જિલ્લાની તમામ કોલેજો અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આગામી સમયમાં પણ બાળ કાયદાઓ અને કલ્યાણકારી યોજનાઓ અંગે જાગૃતિ અભિયાન કાર્યરત રહેશે. આ તકે જિલ્લાની તમામ કોલેજોના પ્રિન્સિપાલ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમના સંકલન થકી આ જાગૃતિ ઝુંબેશને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

Search
Recent News
Top Trending

Leave a Comment