GUJARAT BOTAD

આયુષ્માન ભવ: અંતર્ગત જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન, આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાયો

by Admin on | 2023-09-24 10:20:52

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 52


આયુષ્માન ભવ:  અંતર્ગત જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન, આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાયો

   દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોમ્બર, ૨૦૨૩ દરમિયાન આયુષ્માન ભવઃ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીડૉ.જે.એસ.કનોરીયાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં  રાણપુર તાલુકાના જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ, આયુર્વેદિક અને હોમિયોપેથીક નિદાન કેમ્પ યોજાયો હતો. 


             જાળીલા ખાતે યોજાયેલા કેમ્પમાં ૩૭ જેટલાં  રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને રક્તદાન  અંગેના અભિનંદન પત્રો-પ્રોત્સાહક ભેટ આપી સન્માનિત કરાયા હતાં. આયુર્વેદિક, હોમિયોપેથીક અને જનરલ ઓ.પી.ડી ના  નિદાન કેમ્પનો કુલ ૭૬ લાભાર્થીઓએ લાભ લીધો હતો. આ કેમ્પ દરમ્યાન NCD ના-૩૩ લાભાર્થીઓનું સ્ક્રીનીંગ અને ૧૭ લાભાર્થીઓના PMJAY કાર્ડ કાઢી વિતરણ કરાયાં હતાં.જાળીલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરશ્રી ડૉ.સર્જીલા શાહ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય કર્મીઓ  કેમ્પમાં સહભાગી બન્યાં હતાં


Search
Recent News
Top Trending

Leave a Comment