GUJARAT BOTAD

બોટાદ જાયન્ટ્સ સાહેલી અને પાયોનિયર ડાન્સ અને ગરબા એકેડમી બોટાદ ના ઉપક્રમે રાસ ગરબા સ્પર્ધા યોજાઈ

by Admin on | 2023-09-24 10:43:04

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 257


બોટાદ જાયન્ટ્સ સાહેલી અને પાયોનિયર ડાન્સ અને ગરબા એકેડમી બોટાદ ના ઉપક્રમે રાસ ગરબા સ્પર્ધા યોજાઈ

 જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી અને પાયોનિયર ડાન્સ અને ગરબા એકેડમી - બોટાદ ના સંયુક્ત ઉપક્રમે જાયન્ટ્સ સપ્તાહ ઉજવણી નિમિતે તા.23/9/23 ના રોજ ખેડૂત ભવન હોલ , બોટાદ માર્કેટિંગ યાર્ડ  ખાતે રાસ ગરબા સ્પર્ધા યોજાઈ. આ સ્પર્ધા 6 કેટેગરી માં યોજવામાં આવેલ. જેમાં 70 જેટલા ખેલૈયાઓ એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધેલ.જજ તરીકે ડાન્સર એકટર મોડેલ  નિકુલ રાખોલીયા એ સેવા બજાવેલ.


     વિજેતા 18 સ્પર્ધકોને જાયન્ટ્સ સાહેલી તરફથી ઇનામો/પુરસ્કાર આપવમાં આવેલ

     આ કાર્યકમ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ ,યુનિટ ડીરેકટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , જાયન્ટ્સ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા , લાલજીભાઈ કળથીયા , સાહેલી ના પૂર્વ પ્રમુખ રેખાબેન ડુંગરાણી , સોનલબેન આદેસરા , દીનાબેન વડોદરરિયા , નાદિરાબેન દરેડિયા , નીતાબેન લખાણી ,પલકબેન રોજેસરા ,પાયોનિયર એકેડમી ના મનીષભાઈ , અલોક ભાઈ પટેલ , વિપુલભાઈ જમોડ વગેરે ઉપસ્થિત રહી કાર્યકમ સફળ બનાવેલ.

Search
Recent News
Top Trending

Leave a Comment