GUJARAT BOTAD

બોટાદ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદ સમિટની પૂર્વ તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં અધિક નિવાસી કલેકટરશ્રી મુકેશ પરમાર

by Admin on | 2023-09-27 12:44:47

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 158


બોટાદ ખાતે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદ સમિટની પૂર્વ તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરતાં અધિક નિવાસી કલેકટરશ્રી મુકેશ પરમાર

જિલ્લાના મોટા ઉદ્યોગ સાથે B2B , B2C અને B2G  કાર્યક્રમનું સુચારૂં આયોજન ઘડી કાઢવાં જરૂરી માર્ગદર્શન પુરૂં પાડતા અધિક નિવાસી કલેક્ટરશ્રી

 અધિક નિવાસી કલેકટરશ્રી મુકેશ પરમારના અધ્યક્ષસ્થાને આજરોજ જિલ્લા કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે તા.૬ ઠ્ઠી ઓક્ટોબરના રોજ એક દિવસીય સેમીનાર તથા દ્વિ-દિવસીય પ્રદર્શન અન્વયે યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદને અનુલક્ષીને સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઇ હતી. 


      અધિક નિવાસી કલેકટરશ્રી મુકેશ પરમારે કાયદો અને વ્યવસ્થા, મંડપ અને સ્ટોલની કામગીરી, બેઠક વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળે અવિરત વીજ પુરવઠો જાળવણી, પાર્કિંગ ટ્રાફ્રિકની વ્યવસ્થા, સાંસ્કૃતિક  કાર્યક્રમની વ્યવસ્થા, આરોગ્ય વિષયક સેવા,જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ઔદ્યોગિક સહકારી મંડળી, લીડ બેંક (સરકારી-ખાનગી), જિલ્લા રોજગાર કચેરી, શ્રમ આયુક્તની કચેરી, આઇ.ટી.આઇ કચેરી, આત્મા કચેરી, ખેતીવાડી-બાગાયત વિભાગો દ્વારા ઉપલબ્ધ કરાનારા સ્ટોલની જાણકારી મેળવવાં ઉપરાંત બોટાદ જિલ્લાના નાગરિકોને રોજગાર અને ઉદ્યોગક્ષેત્રે લાભ થાય તેમજ જિલ્લાના મોટા ઉદ્યોગ સાથે B2B , B2C અને B2G  કાર્યક્રમનું સૂચારૂં આયોજન ઘડી કાઢવા, ઉદ્યોગોનો વિકાસ અને રોજગાર સહિતના વિવિધ ક્ષેત્રોના તજજ્ઞો દ્વારા વિચાર વિમર્શ કરાશે તેની રૂપરેખા મેળવી જરૂરી સુચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. 

 આ પ્રસંગે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજરશ્રી પી.પી. તડવીએ સમગ્રતયા બેઠકનું સંચાલન કરવાની સાથે બોટાદના નાનજી દેશમુખ ઓડિટોરીયમ હોલ ખાતે યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદના કાર્યક્રમની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. વાયબ્રન્ટ ગુજરાત-વાયબ્રન્ટ બોટાદ મહોત્સવની તૈયારીના ભાગરૂપે DLFC કમિટીની રચના કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.  આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બળોલિયા,મામલતદારશ્રી બ્રહ્મભટ્ટ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મોરી, મદદનીશ શ્રમ આયુક્તની કચેરીનાશ્રી મહેશ હડાળીયા સહિતના જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ, ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખો-પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Search
Recent News
Top Trending

Leave a Comment