GUJARAT BOTAD

બોટાદ ખાતે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન સ્થળે જાગૃતિ સંદેશ સાથે યોજાયા માહિતીસભર કાર્યક્રમ

by Admin on | 2023-09-28 14:23:05

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 52


બોટાદ ખાતે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન સ્થળે જાગૃતિ સંદેશ સાથે યોજાયા માહિતીસભર કાર્યક્રમ

રેલી, વિભિન્ન સ્પર્ધાઓ, પત્રિકા વિતરણ,નાટક, પ્રદર્શન અને વક્તવ્યના માધ્યમથી અપાયો જાગૃતતા સંદેશ

કોઈપણ અભિયાનની સફળતાનો મુખ્ય આધાર જનજાગૃતિ અને જન ભાગીદારી પર રહેલો છે: દેવેન્દ્ર ત્રિવેદી, ક્ષેત્રીય પ્રચાર અધિકારી, જુનાગઢ


  ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો,જુનાગઢ દ્વારા બોટાદના કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શન સ્થળે સરકારની વિભિન્ન યોજનાઓની જાણકારી આપતા પ્રદર્શનની સાથે જુદા જુદા રાષ્ટ્રીય અભિયાનો અંગે જાગૃતિ સંદેશ આપતા જાગૃતતા કાર્યક્રમોનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું છે. ૯ વર્ષ સેવા,સુશાસન અને ગરીબ કલ્યાણ વિષય પર આધારિત ત્રિ દિવસીય મલ્ટીમીડિયા પ્રદર્શન સ્થળ પર નવી ટેકનોલોજીના ઉપયોગ થકી તેમજ સરળ સમજી શકાય તેવી ભાષામાં વિસ્તૃત રીતે સરકારની વિભિન્ન યોજનાઓ અંગે જાણકારી પૂરી પાડવામાં આવી છે. 


આ અંગે જાણકારી આપતા કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે પ્રદર્શન સ્થળ પર યોજનાઓ અંગે મુલાકાતીઓને પ્રદર્શનમાં પર્યાપ્ત જાણકારી આપવામાં આવી રહી છે. સાથે જ યુવા વર્ગને માહિતી અને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવી રહ્યું છે વધુમાં તેમણે જણાવ્યું કે દેશમાં ચાલી રહેલા વિભિન્ન રાષ્ટ્રીય અભિયાનોની સફળતાનો મુખ્ય આધાર જનજાગૃતિ અને જન ભાગીદારી પર રહેલો છે ત્યારે દિવસીય પ્રદર્શન દરમિયાન અનેકવિધ જાગૃતતા કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સરકારના જુદા જુદા અભિયાનો જેવા કે સ્વચ્છ ભારત અભિયાન, બેટી બચાવો બેટી પઢાવો અભિયાન, પોષણ અભિયાન, મેરી માટી મેરા દેશ અભિયાન, મિશન લાઈફ, ફિટ ઇન્ડિયા કેમ્પેઇન, આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોમાં જનજાગૃતિ આવે અને જન ભાગીદારી વધે તેવા પ્રયાસો સાથે જુદી જુદી સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જનજાગૃતિનો સંદેશ મનોરંજનના માધ્યમ નાટકની પ્રસ્તુતિ દ્વારા પણ લોકોને આપવામાં આવ્યો છે.


હાલમાં જ સ્વચ્છ ભારત અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆત થઈ છે ત્યારે 'સ્વચ્છતા એ જ સેવા'  એ મિશનને વેગવંતુ બનાવવા અને પહેલી ઓક્ટોબરે સ્વચ્છતા માટે શ્રમદાન કરવાની જનજાગૃતિ ફેલાવવા કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એનએસએસના વિદ્યાર્થીઓના સહયોગથી સ્વચ્છ ભારતના નારા સાથેની જનજાગૃતિ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સ્વચ્છ ભારત અભિયાનનો સંદેશ જન જન સુધી પહોંચે જેના ભાગરૂપે કેપ વિતરણ, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ થાય તે માટે કાપડની થેલીનું વિતરણ તેમજ સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણનું રક્ષણ કરવા માટેના શપથ જેવાં જનજાગૃતતાનાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.


પ્રદર્શનમાં એક જ સ્થળ પર સરકારની વિભિન્ન યોજનાઓ અને કાર્ય પ્રણાલી વિશે માહિતી, યોજનાઓનો લાભ લેવા અંગેનું માર્ગદર્શન અને અભિયાનો અંગે જાગૃતતા સંદેશ આપવાનો પ્રયાસ ખરેખર પ્રશંસનીય રહ્યો છે.



Search
Recent News
Top Trending

Leave a Comment