GUJARAT BOTAD

બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મિશન મધમાખી કાર્યક્રમ” અંતર્ગત ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

by Admin on | 2023-09-29 15:06:00

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 93


બાગાયત વિભાગ, બોટાદ દ્વારા “મિશન મધમાખી કાર્યક્રમ” અંતર્ગત ખેડૂતો માટે તાલીમ કાર્યક્રમ યોજાયો

તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા : મધની ખેતી ક્ષેત્રે પ્રગતિ કરવા ઈચ્છુક લોકોને મધમાખી પાલન વિશે મહત્તમ માહિતી અને માર્ગદર્શન આપવાના હેતુથી આયોજન

 મધ અને મધ ઉત્પાદનોની વધતી માંગને ધ્યાને લઇ મધમાખી પાલન એક અલાયદા વ્યવસાય સાથે આગળ વધી રહ્યું છે. જેને ધ્યાને લઇ ધરતીપુત્રો તેમજ યુવાનો સહિત મધની ખેતી ક્ષેત્રે પ્રગતિ કરવા ઈચ્છુક તમામ લોકોને મધમાખી પાલન વિશે મહત્તમ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે “મિશન મધમાખી કાર્યક્રમ” યોજના કાર્યરત છે. જે અન્વયે બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા કે.વી.કે, સણોસરા ખાતે બે દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ જિલ્લાના 50થી વધુ યુવાનો અને ખેડૂતોને મધમાખી પાલન અંગેની તાલીમ આપવામાં આવી હતી. 


         તાલીમ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રી શ્રી જે.ડી.વાળા અને કે.વી.કે. સણોસરાના હેડ શ્રી નિગમભાઈ શુક્લાએ ઉપસ્થિત રહી કાર્યક્રમને અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું, તેમજ ગુજબીમાંથી પધારેલા શ્રી વિનોદભાઇ નકુમ અને પ્રગતિશીલ ખેડૂત બ્રિજેશભાઇ કાલરિયા દ્વારા મધમાખી વિશે તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર તાલીમ કાર્યક્રમનું આયોજન બાગાયત વિભાગ, બોટાદના કર્મયોગીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના બીજા દિવસે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી તેમના ફિડબેક સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.          

Search
Recent News
Top Trending

Leave a Comment