by Admin on | 2023-09-29 15:09:10
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 88
બોટાદ તાલુકાનું લાઠીદડ ગામ... જ્યાં ડોર ટુ ડોર ગાર્બેજ ક્લેક્શનનું વાહન આવે એટલે નાના-મોટા સૌ કોઈ એકઠો કરેલો કચરો ઉત્સાહપૂર્વક એકત્રિક કરતા આવે... ગામની સ્વચ્છતા અહીં વસવાટ કરતા નાગરિકોની શક્તિ, એકતા અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

બોટાદ શહેરથી 11 કિલોમીટરના અંતરે આવેલું લાઠીદડ ગામની સુંદરતા ઉષ્માભર્યા નાગરિકો સાથે અનન્ય જોડાણ ધરાવે છે. લાઠીદડવાસીઓ જાણે છે કે સ્વચ્છતા એ માત્ર જવાબદારી નથી; પરંતુ ગૌરવની વાત છે. ગામનો પ્રત્યેક નાગરિક સ્વચ્છતા અભિયાનમાં સક્રિયપણે ભાગ લે છે. ગામને સ્વચ્છ રાખવાના ઉમદા હેતુ માટે દરેક પેઢીના લોકો એકસાથે કાર્યરત છે. લાઠીદડ ગામ ઉદ્યોગો માટે તો જાણીતું છે જ, પરંતુ સાથેસાથે ગામની સ્વચ્છતા પણ ઉડીને આંખે વળગે તેવી છે. એકત્રિત થયેલા કચરાના યોગ્ય નિકાલ માટે ગામમાં સેરીગેશન પ્લાન્ટ અને સોકપીટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

લાઠીદડ ગામ બોટાદ જિલ્લાના અન્ય ગામોમાં પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે. જ્યારે નાગરિકો સ્વચ્છ અને ઉજ્જવળ ભવિષ્ય માટે હાથ મિલાવે છે ત્યારે શું પ્રાપ્ત કરી શકાય છે તેનો પુરાવો આ ગામ પૂરું પાડી રહ્યું છે.આપણું ગામ હોય તો આપણી જવાબદારી છે કે ગામને સાફ અને સ્વચ્છ રાખીને આપણું ગૌરવ વધારીએ.

અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત અભિયાનમાં જનતાની દેશવ્યાપી ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને બાપૂનાં સ્વચ્છ ભારતનાં સ્વપ્નને સાકાર કરવા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનનો શુભારંભ કર્યો હતો. સ્વચ્છ ભારત મિશન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” (એસએચએસ) પખવાડિયાનું આયોજન 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર-2023 દરમિયાન કરવામાં આવ્યું છે. આ પખવાડિયાનો ઉદ્દેશ ભારતીય સ્વચ્છતા લીગ 2.0, સફાઈમિત્ર સુરક્ષા શિબિર અને સામૂહિક સ્વચ્છતા અભિયાન સહિતની પ્રવૃત્તિઓ મારફતે તમામ નાગરિકોની ભાગીદારીને એકઠી કરવાનો છે.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ