GUJARAT BOTAD

આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના CHC બરવાળા ખાતે યોજાયેલા તબીબી કેમ્પ થકી આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવતા બરવાળાવાસીઓ

by Admin on | 2023-09-30 14:25:22

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 101


આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના CHC બરવાળા ખાતે યોજાયેલા તબીબી કેમ્પ થકી આરોગ્યલક્ષી સુવિધાઓ મેળવતા બરવાળાવાસીઓ

નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર અને જરૂરી રેફરલ સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી અંતર્ગત તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૩થી તા. ૨ ઓક્ટોમ્બર, ૨૦૨૩ સુધી આયુષ્માન ભવઃ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત યુનિવર્સલ હેલ્થ સંતૃપ્તિ કવરેજ દ્વારા સ્વાસ્થ્યલક્ષી યોજનાઓનું અમલીકરણ મિશન મોડમાં કરવામાં આવી રહ્યું છે.


જે અન્વયે દર ગુરુવારે સામુહિક અયોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન મેળા યોજવાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે બોટાદ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર-બરવાળા ખાતે તબીબી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મેડીકલ કોલેજ,ભાવનગરથી મેડીસીન, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળ રોગ નિષ્ણાત, જનરલ સર્જન, કાન-નાક-ગળા ના સર્જન, આંખના નિષ્ણાત, મનોચીકીત્સક, ચામડીના નિષ્ણાત, એનેસ્થેટીક અને દાંત રોગના નિષ્ણાત દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર અને જરૂરી રેફરલ સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. 


સાથેસાથ તબીબી કેમ્પમાં PMJAY કાર્ડ વિતરણ, NCD અંતર્ગત આભા કાર્ડની કામગીરી કરવામાં આવી હતી. જેમાં મેડીસીન વિભાગના ૫૨ દર્દી, બાળરોગના ૧૬, સ્ત્રીરોગના ૧૯, કાન-નાક-ગળાના રોગના ૨૮, આંખરોગના ૩૬, ચામડી રોગના ૪૮, દાંતરોગના ૨૧, સર્જરી વિભાગના ૧૨, માનસિક રોગના ૮, તેમજ NCD અંતર્ગત ૩૮ લાભાર્થીઓને અને  PMJAY કાર્ડના ૫૬ લાભાર્થીઓ મળીને કુલ ૩૩૪ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. 


Search
Recent News
Top Trending

Leave a Comment