by Admin on | 2023-10-01 11:12:32
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 133

“સ્વછતા હી સેવા” માસની ઉજવણીના ભાગરૂપે બોટાદના ઉમરાળા ગામની ગ્રામ પંચાયત પાસે એક તારીખ, એક કલાક’ સૂત્ર સાથે ગુજરાતના જળ સંપતિ અને પાણી પુરવઠા,અન્ન,નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતમાં મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રીશ્રીએ ઉમરાળા ગામના જાહેર રસ્તાની સાફ સફાઈ કરી સ્વચ્છ ભારત અભિયાનમાં સહભાગી થવા ઉપસ્થિત સૌને આહવાન કર્યું હતું.

મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, ઘરનાં આંગણાથી લઇને, ગામ, તાલુકા, જિલ્લા સહિતના જાહેર સ્થળની સ્વચ્છતા જાળવણીમાં યોગદાન આપીને મારું ગામ કચરા મુક્ત ગામ બને તેવી નેમ લઇને ગુજરાત અને દેશને કચરા મુક્ત બનાવવા હિમાયત કરી હતી. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સ્વચ્છ ભારત મિશન’ આજે એક રાષ્ટ્રવ્યાપી જનઆંદોલન બની ચૂક્યું છે “સ્વછતા હી સેવા” જનઅભિયાનમાં સહુને સહભાગી બનવા અનુરોધ કર્યો હતો. ઉમરાળા ગામમાં સ્વચ્છતા હી સેવાના અભિયાનનો આજે પ્રારંભ કર્યો છે ત્યારે સ્વચ્છતાની સુગંધ અન્ય ગામો, તાલુકા અને જિલ્લામાં પ્રસરે અને ઉમરાળા ગામ બોટાદ જિલ્લા માટે પ્રેરણારૂપ બને તેવી પ્રતિબધ્ધતા મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. ગામ- શહેરમાં જો સ્વચ્છતા હશે તો શરીરની તંદુરસ્તી પણ સારી જળવાઇ રહેશે. ગ્રામીણ અને શહેરી વિસ્તારના લોકોને ચોખ્ખુ પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકાર હરહંમેશ કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ અવસરે મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે પ્રતિકરૂપે ઉમરાળા ગામના પાંચ જેટલાં ગ્રામજનોને કચરાપેટીનું વિતરણ કરાયું હતું

કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી અક્ષય બુદાણીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખશ્રી કનુભાઈ રાઠોડ,જિલ્લા વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણા, રાણપુરના પ્રાત અધિકારીશ્રી, ઉમરાળા ગામના સરપંચશ્રી અરવિંદભાઈ બાવળીયા, ઉપ સરપંચશ્રી ભરતભાઈ સાંકળીયા સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ-અધિકારીઓ સ્વછતા હી સેવા”ના અભિયાનમાં જોડાયાં હતાં.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ