GUJARAT Ranpur

રાણપુરની વિવેકાનંદ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીએ જરૂરીયાત મંદ અનેક લોકોને લોન આપીને પગભર કરવાનું કામ કર્યું છે

by Admin on | 2023-10-01 11:20:20

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 129


રાણપુરની વિવેકાનંદ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીએ જરૂરીયાત મંદ અનેક લોકોને લોન આપીને પગભર કરવાનું કામ કર્યું છે

સફળતાના શિખરો સર કરવા માટે  દરેક વ્યક્તિએ ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે

રાણપુરની શ્રીમતિ શાંતાબેન એમ. શેઠ ઓડીટોરીયમ હોલ ખાતે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઇ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી લિ. આયોજિત વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તથા રજત જ્યંતિ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં માર્ચ-૨૦૨૨મા લેવાયેલ ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવેલ ૧૦ જેટલા વિદ્યાર્થી ઓને મોમેન્ટો અને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાયા હતાં. 


          આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી જગદીશભાઇ મકવાણાએ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, રાણપુરની વિવેકાનંદ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીએ જરૂરીયાત મંદ અનેક લોકોને લોન આપીને પગભર કરવાનું કામ કર્યું છે. કોરોના કાળ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ નિરાધાર લોકોને ભોજન આપવાની સાથે અનાજની કિટો પુરી પાડીને સેવાની સરવાણી સતત વહાવવા ઉપરાંત વૃક્ષારોપણ કરીને પર્વાવરણનું જતન કરવાનું કામ વિવેકાનંદ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટી કરી રહી હોવાનું જણાવ્યું હતું. 


          જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઇ બળોલીયાએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે, સફળતાના શિખરો સર કરવા માટે  દરેક વ્યક્તિએ ખૂબ જ મહેનત કરવી પડતી હોય છે. તમારી મહેનત એ જ તમારી સફળતાનું પરિણામ હોય છે. તેમણે તેમના ભુતકાળના સંસ્મરણો યાદ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યાં હતાં.  


         વિવેકાનંદ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ સાવધરીયાએ સૌને આવકારી વિવેકાનંદ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. 

કાર્યક્રમમા રાજ્યસભાના પૂર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ, ધારાસભ્યશ્રી કિરીટસિંહ રાણા અને કાળુભાઈ ડાભી, વિવેકાનંદ કો.ઓપરેટીવ ક્રેડીટ સોસાયટીના વાઈસ ચેરમેનશ્રી, મેનેજિંગ ડિરેક્ટરશ્રી,ડીરેકટરશ્રીઓ, સભાસદો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. 


Search
Recent News
Top Trending

Leave a Comment