by Admin on | 2023-10-01 11:28:00
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 175
બોટાદ જિલ્લામાં “સ્વચ્છતા હી સેવા’’ અભિયાન અંતર્ગત પહેલી ઓક્ટોબરના રોજ સવારે ૧૦.૦૦ વાગ્યાથી એક કલાક નો મહાશ્રમદાન કાર્યક્રમમાં યોજાયો હતો.
એક સાથે કરોડો ભારતવાસીઓની સાથે પદાધિકારીઓ, સ્વયંસેવકો, જાગૃત પ્રજાજનો, અને અમલીકરણ અધિકારી, કર્મચારીઓ સાથે સ્વયં સ્વચ્છતા કાર્યક્રમમાં જોડાઈ શ્રમદાનમાં સહયોગી થયા હતા.

બોટાદ જિલ્લામાં સ્વચ્છતા માટેના શ્રમદાનના કાર્યક્રમો સફળતાપૂર્વક આયોજિત કરાયા હતા. મહાશ્રમદાન કાર્યક્રમના સુચારુ આયોજન, વ્યવસ્થા માટે જિલ્લાથી લઈને તાલુકા અને ગ્રામ્ય કક્ષા સુધીનું અધિકારી, કર્મચારીઓએ જુદી જુદી જવાબદારીઓ નિભાવી પોતાનું યોગદાન આપ્યું હતું. જિલ્લામાં 'એક તારીખ, એક કલાક' અન્વયે મહાશ્રમદાન પ્રવૃત્તિઓનું સમગ્ર આયોજન જિલ્લાના આરોગ્ય કેન્દ્રો,આંગણવાડીઓ,શાળાઓ,વિવિધ કચેરીઓના પ્રાંગણ અને આજુબાજુના વિસ્તારો, પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો સહિતની જગ્યાઓએ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ શ્રમદાન 'સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી' અને 'ઝીરો વેસ્ટ'ને પ્રોત્સાહન મળે તે પ્રકારનું રહ્યું હતું. શ્રમદાન થકી એકત્રિત થયેલા કચરાનો યોગ્ય નિકાલ થાય તેવી પણ વ્યવસ્થા ગામે ગામ કરવામાં આવી છે.

આમ 'એક તારીખ, એક કલાક, એક સાથ' ના તા.૧લી ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ સવારે ૧૦ વાગ્યે સ્વચ્છતા માટે નાગરિકોની આગેવાની હેઠળના શ્રમદાનના ૧ કલાક માટેના આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં, દેશ સમસ્તની સાથે બોટાદ જિલ્લાના ગામો અને નગરના લોકો પણ એક કલાકના શ્રમદાન થકી દેશવ્યાપી સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને પોતાની સહભાગિતા નોંધાવી હતી.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ