GUJARAT BOTAD

બેંક ઓફ બરોડા એ આજ રોજ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ના સંદર્ભમાં'’ એક તારીખ, એક કલાક, એક સાથે' શ્રમદાન કાર્યક્રમનુ આયોજન કર્યું.

by Admin on | 2023-10-02 15:37:28

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 109


બેંક ઓફ બરોડા એ આજ રોજ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ના સંદર્ભમાં'’ એક તારીખ, એક કલાક, એક સાથે' શ્રમદાન કાર્યક્રમનુ આયોજન કર્યું.

345 કેન્દ્રો પર સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે, જેમા બોટાદ જીલ્લા માં 5 કેન્દ્રો પર સ્વછતા અભિયાન ચાલવા માં આવ્યા, સ્વચ્છ અને સ્વચ્છતા ની દિશામાં – કચરા મુક્ત ભારત બનાવવા  માટે થઈ.

બોટાદ, 01 ઑક્ટોબર 2023: બેંક ઓફ બરોડા ભારતની જાહેર ક્ષેત્રની મુખ્ય બેંકોમાં શામેલ છે, બેંક ઑફ બરોડા (બેંક) આજે સમગ્ર દેશમાં 345 કેન્દ્રો પર 'સ્વચ્છતા જ સેવા અભિયાન'નું સમગ્ર આયોજન "એક તારીક, એક કલાક" સાથે" કાર્યક્રમ યોજાયો. આ મહા સ્વચ્છતા અભિયાન ‘સ્વચ્છતા પખવાડા’ પહલ (સ્વચ્છ ભારત માટે પખવાડા)નું તત્વધાન રાખવામાં આવ્યું છે, જે 15 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2023ના રોજ મનાવા માં આવી રહીયો છે. આ અભિયાનનો સમન્વય ગાંધીજીની જયંતી સ્મૃતિમાં સ્વચ્છતા દિવસ 2023 સાથે રહેશે. સ્વછતા હી સેવા અભિયાન નુ મૂળ હેતુ કચરા મુક્ત ભારત છે.

આ અવસર પર, બેંક ઑફ બરોડાના, સુરેન્દ્રનગર રિજિયન ના રીજઓનલ મેનેજર શ્રી અશોકભાઈ વાઘેલા ના નેતૃત્વ માં  બોટાદ ના રેલ્વે સ્ટેશન ની બહાર ની જગ્યા તથા બૅન્ક ઓફ બરોડા સ્ટેશન રોડ બ્રાન્ચ ની નજીક ની જગ્યા માં એક અભિયાન ચલાવાયું,  જિગ્નેશભાઈ બોળિયા, ભાજપ યુવા પ્રમુખ, મિતેશ ગામિત, લીડ બૅન્ક મેનેજર, બૅન્ક ઓફ મહારાષ્ટ્ર, આઇસીઆઇસીઆઇ બૅન્ક, એચડીએફસી બૅન્ક, બૅન્ક ઓફ ઈન્ડિયા, ભાવનગર ડિસ્ટ્રિક્ટ બૅન્ક, તથા અન્ય બંકોના કર્મચારિયો , આઇસીડીએસ ની બહેનો તથા બહુ મોટી સંખ્યા માં આમ જનતાયે ભાગ લીધો. આ ઉપરાંત, બેંક દ્વારા 'સ્વચ્છતા જ સેવા' અભિયાન દ્વારા તમારી આસ-પડોસની-સફાઈને પ્રોત્સાહિત કરવા માટે શહેરી અને ગ્રામીણ ભારતનાં 69 અગ્રણી જિલ્લોમાં સ્થિત 345 કેન્દ્રો પર સ્વચ્છતા અને સ્વચ્છતાની વ્યવસ્થા માટે ઘણા કામકાજ કર્યું છે. 
બેંક ઓફ બરોડાના રીજઓનલ મેનેજર શ્રી અશોકભાઈ વાઘેલા સાહેબે જણાયું, “સામાજિક રૂપે જવાબદાર કોર્પોરેટ સંસ્‍થાન બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ બરોડા પ્રકૃતિ સાથે તાલમેલ સાથે સંવર્ધિત વિકાસ માટે સતત તત્પર છે, સર્વશ્રેષ્ઠ અને એક સ્વચ્છ હરિત ભવિષ્‍ય દિશા માં ઘણી પહેલ કરી રહી છે. મહાત્મા ગાધીજી ને તેમની જયંતી પર યાદ કરી "એક તારીખ એક કલાક સાથે" અભિયાન હેઠળ બરોડીયનોની સંખ્યા વધુ છે અને આ નેક કાર્યમાં યોગદાન આપે છે અને સ્વચ્છતાના માધ્યમથી સમૃદ્ધિ મેળવે છે. બરોડીયનો આ કાર્યક્રમ માં આગળ ચઢી ને ભાગ લીથો.

બેંક ઓફ બરોડા દવારા બેંકિંગ ફોર એ ગ્રીન પ્લૈનેટ, કાર્યક્રમનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે, જે અમારા પર્યાવરણની રક્ષા, સંરક્ષણ અને બચાવનો પ્રયાસ બેંકમાં એક મહત્વપૂર્ણ પગલું છે."
સ્વચ્છતા પખવાડા ભારત સરકારની એક પહેલ છે, કારણ કે મુખ્ય સ્વચ્છતાની આદત પર ધ્યાન કેન્દ્રિત કરવું છે. વર્ષ 2023 સ્વચ્છ ભારત અભિયાન નું નવમું વર્ષ થયાછે. તે માટે સ્વદાન (સ્વયં સેવા) અને જન ભાગીદારી (સાર્વજનિક ભાગીદારી)ના માધ્યમથી उन्‍नत स्‍वास्‍थ्‍यता પર વધુ ભાર આપવામાં આવે છે. સ્વચ્છતા અભિયાન દરમ્યાન બજારો, રેલવે પ્લેટફોર્મ, જળસંચય, પ્રવાસી અને ધાર્મિક સ્થળો જેવી જાહેર સ્થાનોની સ્વચ્છતામાં પ્રત્‍યેક ક્ષેત્રના નાગરિકો સામેલ છે.
બેંક ઓફ બરોડા વિશે
20મી જુલાઈ, 1908ના રોજ સર મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા સ્થપાયેલી, બેંક ઓફ બરોડા એ ભારતની અગ્રણી વ્યાપારી બેંકોમાંની એક છે. 63.97% હિસ્સા પર, તે મોટાભાગે ભારત સરકારની માલિકીની છે. બેંક પાંચ ખંડોના 17 દેશોમાં ફેલાયેલા 70,000 ટચ પોઈન્ટ્સ દ્વારા ~165 મિલિયનના વૈશ્વિક ગ્રાહક આધારને સેવા આપે છે. તેના અત્યાધુનિક ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ્સ દ્વારા, તે તમામ બેન્કિંગ ઉત્પાદનો અને સેવાઓ સીમલેસ અને મુશ્કેલી-મુક્ત રીતે પ્રદાન કરે છે. બેંકની બોબ વર્લ્ડ મોબાઈલ એપ ગ્રાહકોને એક જ એપ હેઠળ બચત, રોકાણ, ઉધાર અને ખરીદીનો અનુભવ પ્રદાન કરે છે. આ એપ વિડિયો KYC દ્વારા એકાઉન્ટ ઓપનિંગને સક્ષમ કરીને બિન-ગ્રાહકોને પણ સેવા આપે છે. બેંકનું વિઝન તેના વૈવિધ્યસભર ગ્રાહકોના આધાર સાથે મેળ ખાય છે અને વિશ્વાસ અને સુરક્ષાની ભાવના પેદા કરે છે. તે તે દિશામાં સારી રીતે આગળ વધી રહ્યું છે અને બોબ વર્લ્ડ તેના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન તરફના રોડમેપનો પુરાવો છે.

Search
Recent News
Top Trending

Leave a Comment