GUJARAT BOTAD

સૌભાગ્યવતી ભવ: દિવ્યાંગ લગ્ન સહાય યોજના થકી દિવ્યાંગ યુગલોને સરકારશ્રીના આશીર્વાદ

by Admin on | 2023-10-05 18:03:59

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 94


સૌભાગ્યવતી ભવ:  દિવ્યાંગ લગ્ન સહાય યોજના થકી દિવ્યાંગ યુગલોને સરકારશ્રીના આશીર્વાદ

બોટાદના દિવ્યાંગ લાભાર્થી અશ્વિનભાઈ અને તેમના પત્નીને દિવ્યાંગ લગ્ન સહાય યોજના અંતર્ગત 50-50 હજાર રૂપિયાની લગ્ન સહાય મળી

બોટાદના રંગપર ગામમાં રહેતા આ છે દિવ્યાંગ લાભાર્થી અશ્વિનભાઈ મકવાણા.. ખાનગી કંપનીમાં નોકરી કરતા અશ્વિનભાઈ અને તેમના દિવ્યાંગ પત્ની માટે સરકારશ્રીની લગ્ન સહાય યોજના આશીર્વાદ બનીને આવી. આ યોજના અંતર્ગત અશ્વિનભાઈ અને તેમના પત્નીને રૂ. 50-50 હજારની સહાય મળી.

અશ્વિનભાઈને સમાજ સુરક્ષા વિભાગની કચેરી,બોટાદ ખાતેથી સરકારની દિવ્યાંગ લગ્ન સહાય યોજના વિશે માહિતી મળી હતી. સમાજ સુરક્ષા અધિકારી અને કર્મચારીઓની મદદથી તેમણે અને તેમના પત્નીએ દિવ્યાંગ લગ્ન સહાયનું ફોર્મ સરળતાથી ભરી દીધું અને તેમને બંનેને રૂ.50-50 હજારની સહાય મળી.

પોતાના આ અનુભવ વિશે અશ્વિનભાઈ વર્ણવે છે કે, “મને દિવ્યાંગ લગ્ન સહાય મળતા મેં અમારા લગ્નના નાના-મોટા ખર્ચની ચૂકવણી કરી દીધી હતી.મારી પત્નીને સહાય પેટે મળેલા રૂ. 50 હજાર અમે બેન્કમાં જ રાખ્યા છે. સરકારની યોજનાઓથી અમને ઘણી મદદ મળી છે. દિવ્યાંગ લગ્ન સહાય સિવાય અમે  નિ:શૂલ્ક બસ પાસ, રેલ્વે પાસ સહિતની યોજનાઓનો લાભ લઈ રહ્યા છીએ.” 

 સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ-ગાંધીનગર દ્વારા અમલી દિવ્યાંગ લગ્ન સહાય યોજના અન્વયે લગ્નના બે વર્ષની સમય મર્યાદામાં આધાર-પૂરાવા સાથે અરજી કરવાની રહે છે. પતિ-પત્ની દિવ્યાંગ હોય તો 50-50 હજાર લેખે રૂ. 1 લાખની સહાય મંજૂર કરવામાં આવે છે. તેમજ દિવ્યાંગથી સામાન્ય વ્યક્તિ લગ્ન કરે તો રૂ. 50 હજાર સહાય પેટે ચૂકવવામાં આવે છે. 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે. 


બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના નેતૃત્વમાં ઈન્ચાર્જ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી ડી.કે.જાડેજાના માર્ગદર્શન અન્વયે પ્રોબેશન ઓફિસરશ્રી વસંતબેન બગડા સાથે સમાજ સુરક્ષા સહાયક સુશ્રી હેતલબેન પરમાર સહિતના કર્મયોગીઓની યંગ બ્રિગેડ કાર્યરત છે.    વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ઉર્જાવાન ટીમ સતત સમૃદ્ધ અને ગતિશીલ ગુજરાતના વિઝનને ચરિતાર્થ કરી રહી છે. નાગરિકોના જીવનને વધુ સુગમ બનાવવા નીતિઓ અને કલ્યાણકારી પહેલો થકી મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળની ટીમ સુશાસન,પારદર્શિતા અને સમાવેશી વૃદ્ધિના સિદ્ધાંતો માટે પ્રતિબદ્ધ છે.

Search
Recent News
Top Trending

Leave a Comment