GUJARAT BOTAD

બોટાદ જિલ્લાના CHC લાઠીદડ ખાતે આયુષ્ય મેળા અન્વયે તબીબી કેમ્પ યોજાયો

by Admin on | 2023-10-05 18:05:38

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 47


બોટાદ જિલ્લાના CHC લાઠીદડ ખાતે આયુષ્ય મેળા અન્વયે તબીબી કેમ્પ યોજાયો

કુલ ૩૮૦ લાભાર્થીઓએ કેમ્પમાં આરોગ્યલક્ષી સેવાઓ મેળવી: તબીબોની ટીમ દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર અને જરૂરી રેફરલ સારવાર પૂરી પાડવામાં આવી

બોટાદ જિલ્લાના સામુહિક આરોગ્ય કેન્દ્ર- લાઠીદડ ખાતે આયુષ્માન મેળા અંતર્ગત તબીબી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાં મેડીકલ કોલેજ- ભાવનગરની મેડિસીન, સ્ત્રીરોગ નિષ્ણાત, બાળ રોગ નિષ્ણાત, જનરલ સર્જન, કાન-નાક-ગળાના સર્જન, આંખના નિષ્ણાત, મનોચીકીત્સક, ચામડીના નિષ્ણાત, એનેસ્થેટીક અને દાંત રોગના નિષ્ણાત સહિત તબીબોની ટીમ દ્વારા વિવિધ રોગોનું નિદાન, સારવાર અને જરૂરી રેફરલ સારવાર સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. 

તબીબી કેમ્પમાં PMJAY કાર્ડ વિતરણ, NCD અંતર્ગત આભા કાર્ડ વિશે કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પમાં મેડિસીન વિભાગના ૧૨૩ દર્દી, બાળરોગના ૧૪, સ્ત્રીરોગના ૨૦, કાન-નાક-ગળાના રોગના ૩૨, આંખરોગના ૩૮, ચામડી રોગના ૫૨, દાંતરોગના ૧૩, સર્જરી વિભાગના ૧૨, માનસિક રોગના ૬ તેમજ આભા કાર્ડના ૫૨ અને  PMJAY કાર્ડના ૧૮ મળીને કુલ ૩૮૦ લાભાર્થીઓએ આ કેમ્પમાં આરોગ્યલક્ષી સેવાઓ મેળવી હતી. આ કેમ્પને સફળ બનાવવા સામુહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ બ્રધર સહદેવભાઈ ચૌહાણ, ફાર્માસિસ્ટ સુરેશભાઈ ભાલીયા તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના DIECO કે.ઓ.નાવડિયા તથા DSBCC દિપક ભટ્ટે જહેમત ઉઠાવી હતી તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

Search
Recent News
Top Trending

Leave a Comment