GUJARAT BOTAD

બોટાદ જિલ્લાના ૧૮૫ ગામો અને ૨ શહેરોના જુદા જુદા વોર્ડ પ્રમાણે આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત આયુષ્માન ગ્રામસભાઓ યોજાઈ

by Admin on | 2023-10-05 18:09:52

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 34


બોટાદ જિલ્લાના ૧૮૫ ગામો અને ૨ શહેરોના જુદા જુદા વોર્ડ પ્રમાણે આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત આયુષ્માન ગ્રામસભાઓ યોજાઈ

ગ્રામસભાઓ થકી તમામ નાગરિકોને આરોગ્યલક્ષી માહિતી અને સેવાઓ પૂરી પાડવામાં આવી


બોટાદ જિલ્લાના ૧૮૫ ગામો અને ૨ શહેરોમાં વોર્ડ પ્રમાણે આયુષ્માન ભવઃ કાર્યક્રમ અંતર્ગત આયુષ્માન ગ્રામસભાઓ યોજવામાં આવી હતી. આ ગ્રામસભાઓ થકી તમામ નાગરિકોને આરોગ્યલક્ષી માહિતી અને સેવાઓ પૂરી પાડવામાં આવી  હતી. જેમાં નાગરિકોને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત PM-JAY કાર્ડ, NCD સ્ક્રીનીંગ દ્વારા બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર અને રોગ અટકાયતી પગલાઓ તેમજ ટીબીમુક્ત ભારત અભિયાન અંતર્ગત ટીબીમુક્ત પંચાયત અને ટીબી સકસેસ રેટમાં સફળતા હાંસલ કરવા તરફ આગેકૂચ કરવામાં આવી હતી.


         આ ગ્રામસભાઓમાં જિલ્લાકક્ષાએથી આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા ક્ષય અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી, મેડીકલ ઓફિસરશ્રી, CHO, આરોગ્ય સુપરવાઈઝર, આરોગ્ય કર્મચારીઓ અને આશાબહેનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે. 

     

Search
Recent News
Top Trending

Leave a Comment