GUJARAT BOTAD

“સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા

by Admin on | 2023-10-05 18:11:45

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 206


“સ્વચ્છતા હી સેવા” અભિયાન હેઠળ  બોટાદ જિલ્લા  આરોગ્ય વિભાગ દ્વારા  વિવિધ કાર્યક્રમો યોજાયા

   બોટાદ જિલ્લામાં મહાશ્રમદાન અંતર્ગત “સ્વચ્છતા હી સેવા-૨૦૨૩’’ અભિયાનની  ઉજવણી કરવામાં આવી હતી જેમાં જિલ્લાના ૧૮ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૬ સામુહિક આરોગ્ય કેન્દ્ર, જિલ્લાના તમામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર સહીત ૧૧૨ જેટલાં સબ સેન્ટરના આરોગ્ય કેન્દ્રોના કંપાઉન્ડના પરિસરથી શરૂ કરી કેન્દ્રના સમસ્ત કાર્યક્ષેત્રમાં સામુહિક શ્રમ દાન કરી સફાઈની કામગીરી, બાયોમેડીકલ વેસ્ટનો યોગ્ય રીતે નિકાલની વ્યવસ્થા કરવા ઉપરાંત જાહેર જનતામાં સ્વચ્છતાનો અભિગમ જાગૃત રહે તે માટે શપથ લેવડાવવામાં આવ્યાં હતાં.

 

            આ અભિયાનમાં આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીશ્રી, મેડીકલ ઓફીસરશ્રીઓ, આરોગ્ય કર્મચારીશ્રીઓ,CHO,આશાબહેનો સહીત કુલ ૧૩૨૭ અધિકારીશ્રી/કર્મચારીઓ “સ્વચ્છતા હી સેવા  અભિયાનમાં સહભાગી થયા હતાં. તેમ, મુખ્ય જિ્લલા આરોગ્ય અધિકારીશ્રી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે.  


Search
Recent News
Top Trending

Leave a Comment