GUJARAT BOTAD

બોટાદ જિલ્લા પંચાયત ભવન ખાતે કુપોષણ ઘટાડવા અને સ્વચ્છતા પર જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી હેલો ડોકટર બેન કાર્યક્રમ યોજાયો

by Admin on | 2023-10-10 15:24:02

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 219


બોટાદ જિલ્લા પંચાયત ભવન ખાતે  કુપોષણ ઘટાડવા અને સ્વચ્છતા પર જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી હેલો ડોકટર બેન કાર્યક્રમ યોજાયો

બોટાદ જિલ્લામાં કુપોષણ ઘટાડવા અને સ્વચ્છતા પર જાગૃતિ લાવવાના ઉદ્દેશ્યથી ચેરીટેબલ  ફાઉન્ડેશન પાવર ઓફ ન્યુટ્રીશન અને કન્ઝ્યુમર ગુડ્સ કંપની યુનિલિવર દ્વારા "હેલો ડોકટર બેન" મફત કૉલ સેવા કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત મોબાઇલ ટેકનોલોજીના ઉપયોગ થકી પોષણ સાથે સાબુથી હાથ ધોવાને પ્રોત્સાહન આપવાના કાર્યને આગળ ધપાવવામાં આવશે. આ પ્રોજેક્ટ દ્વારા જિલ્લામાં ૫૦ હજાર સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ સુધી પહોંચી કુપોષણ ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.


સમગ્ર રાજ્યમાં "હેલો ડૉક્ટર બેન" કાર્યક્રમની શરૂઆત બનાસકાંઠા અને છોટા ઉદેપુર જિલ્લાથી થઇ જેમાં કાર્યક્રમને સફળતા મળતા હવે બોટાદ જિલ્લામાં તેની શરૂઆત ગ્રુપ M દ્વારા કરવામાં આવી છે. જેના ભાગરૂપે માનનીય જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ  જિલ્લા કચેરી ખાતે કરવામાં આવ્યું. જેમાં આ પ્રોજેક્ટનું નિદર્શન કરી પ્રોજેકટની રૂપરેખા વિષે માહિતી જિલ્લા આરોગ્ય અધિકારી  જિલ્લા પ્રોગ્રામ ઓફિસર THO CDPO ને આપવામાં આવી હતી..કુપોષણ ઘટાડવા માટેના મહત્વપૂર્ણ ડિજિટલ અભિગમ સાથે લાભાર્થીઓ સુધી પહોંચવા માટે ટેકનોલોજીના ઉપયોગની ઉપસ્થિત તમામ દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.


"હેલો ડોકટર બેન" મફત કૉલ સેવા પ્રોજેકટમાં ૦૯૨૨૭૬૯૨૨૭૬ નંબર દ્વારા જોડાઈ સગર્ભા સ્ત્રીઓ અને જેમના બાળક ૬ વર્ષની ઉંમરના છે તેવા માતા-પિતાને તેમના બાળકોના સ્વસ્થ જીવન માટે પાયાની પોષણ તેમજ આરોગ્ય સંભાળ અને સ્વચ્છતા માટેના સંદેશ પહોંચશે. તેમજ આ કાર્યક્રમ થકી ગ્રામીણ વિસ્તારોમાં માતા-પિતા અને બાળકોના સ્વાસ્થ્ય તેમજ સ્વચ્છતા વિશેની મહત્વપૂર્ણ માહિતી તેમની અનુકૂળતાએ અને ગમે ત્યાંથી મફત તેમના મોબાઈલ ફોન પર પહોંચશે. તો જિલ્લાના દરેક લાભાર્થી આ કાર્યક્રમ નો લાભ લે તેવી આશા છે અને બોટાદ જિલ્લો કુપોષણ સામે લડત આપી શકશે.


Search
Recent News
Top Trending

Leave a Comment