GUJARAT BOTAD

ભારત -પાકિસ્તાન વર્લ્ડકપ ક્રિકેટમેચ રદ કરવા માટે બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા પ્રધાનમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી ને કરી રજૂઆત,

by Admin on | 2023-10-11 15:12:08

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 298


ભારત -પાકિસ્તાન વર્લ્ડકપ ક્રિકેટમેચ રદ કરવા માટે બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા પ્રધાનમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી ને કરી રજૂઆત,

ગુજરાતના અમદાવાદ શહેરના નરેન્દ્રભાઈ મોદી સ્ટેડિયમ ખાતે તારીખ ૧૪/૧૦/૨૦૨૩ ની રમાનાર ભારત -પાકિસ્તાન વર્લ્ડકપ ક્રિકેટમેચ રદ કરવા માટે બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા પ્રધાનમંત્રીશ્રી તેમજ મુખ્યમંત્રીશ્રી ને કરી રજૂઆત,


 છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદ જોવા મળી રહ્યો છે, પાકિસ્તાન તરફથી ફેલાવાતા ત્રાસવાદમાં અનેક ભારતીય તેમજ ગુજરાતી જવાનો શહીદ થયા છે, પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતીઓને પોત્સાહિત કરે છે ત્યારે તેને વિશ્વ સમક્ષ રજુ કરીને તેને ઉઘાડો પાડવો જોઈએ, આ મેચના આયોજનથી બે દેશો વચ્ચે રાજનૈતિક સંબધ રાખવાથી આતંકવાદ ઓછો થતો નથી, તો આપણે પાકિસ્તાન સામે મેચ પણ ના રમવી જોઈએ. તેમજ પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃતિઓથી નિર્દોષ લોકોના ભોગ લઇ રહ્યો છે. ભારત અને પાકિસ્તાનનું ૧૯૯૯ માં થયેલ કારગીલ યુધ્ધને પણ કેવી રીતે ભારત ભૂલી શકે? જેમાં ૫૨૭ જેટલા વીર શહીદોએ શહાદત વહોરી હતી. તેમજ 2019 માં થયેલ પુલવામાં જેવા દર્દનાક હુમલાઓ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ છે અને દરેક દિવસોએ પાકિસ્તાન તરફથી કોઈને કોઈ પ્રકારે ભારત પર અને ભારતના સૈનિકો પર હુમલાઓ કરવામાં આવતા હોય છે. જેમાં શહીદ થયેલા જવાનોના પરિવારને ન્યાય માટે આપણા સૌના સહિયારા પ્રયાસથી આ ક્રિકેટમેચ તાત્કાલિક રદ કરવામાં આવે તેવી લોક માગણીને ધ્યાનમાં રાખી બોટાદ ધારાસભ્ય શ્રી ઉમેશભાઈ મકવાણા દ્વારા તાત્કાલિક ધોરણે આ ભારત પાકિસ્તાનની વર્લ્ડકપ ક્રિકેટમેચ રદ કરવા માટે મુખ્યમંત્રીશ્રી તેમજ પ્રધાનમંત્રીશ્રી ને રજૂઆત કરી.


Search
Recent News
Top Trending

Leave a Comment