GUJARAT BOTAD

તમામ બોટાદવાસીઓને સ્વચ્છતા મુહિમમાં સહભાગી બનવા અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી

by Admin on | 2023-10-12 11:16:55

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 96


તમામ બોટાદવાસીઓને સ્વચ્છતા મુહિમમાં સહભાગી બનવા અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી

જિલ્લા પંચાયત અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ બોટાદવાસીઓને “સ્વચ્છતા હી સેવા” અભિયાન અંતર્ગત ચાલતા સઘન સફાઈ અભિયાનમાં સહભાગી બનવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રીની મુહિમ “સ્વચ્છતા હી સેવા”માં તમામ બોટાદવાસીઓ ઉત્સાહપૂર્વક જોડાય. આપણાં જિલ્લા, આપણાં શહેર અને આપણાં ગામની સ્વચ્છતા માટે તમામ લોકો સક્રિયપણે ભાગ લે તે અનિવાર્ય છે. ભીનો તેમજ સુકો કચરો અલગ-અલગ રાખીએ અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના વાહનમાં જ કચરો નાંખીએ. જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવી પણ ખૂબ જરૂરી છે. આગામી સમયમાં બોટાદ જિલ્લાની સ્વચ્છ જિલ્લા તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરવા આપણે સૌ વહીવટી તંત્રને પૂરતો સહયોગ આપવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ નમ્ર અપીલ કરી હતી.

Search
Recent News
Top Trending

Leave a Comment