GUJARAT BOTAD

બરવાળા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અન્વયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ

by Admin on | 2023-10-12 11:20:01

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 96


બરવાળા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અન્વયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ

કચરા પોઇન્ટ ઉપાડવાની કામગીરી, દવાનો છંટકાવ તથા સમૂહ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

બરવાળા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અન્વયે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન સફાઈ ઝુંબેશ યોજવામાં આવી હતી. 

આ અભિયાન દરમિયાન કચરા પોઇન્ટ ઉપાડવાની કામગીરી, દવાનો છંટકાવ તથા સમૂહ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે. સાથોસાથ ધાર્મિક સ્થાનો, જાહેર રસ્તાઓ સ્વચ્છ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.



આ સફાઈ ઝુંબેશ દરમિયાન કુલ 12.5 ટન ધન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. નગરપાલિકા દ્વારા બિન અધિકૃત પ્લાસ્ટિક જપ્ત કરવા ખાસ ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી.

જેમાં 28 કિલોથી વધુ પ્લાસ્ટિક જપ્ત કરી દંડ પેટે રૂ.5000 વસૂલ કરવામાં આવ્યા હતા. આ સફાઈ અભિયાનમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી, કોરાબારી ચેરમેનશ્રી સહિત શહેરના અગ્રણીઓ અને શાળાના બાળકો તેમજ સ્થાનિકો જોડાયા હતા.

Search
Recent News
Top Trending

Leave a Comment