GUJARAT Ranpur

રાણપુર ગ્રામ પંચાયત દ્વારા વેરો વધારવા મામલે વેપારી એસોસિએશન દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને વેરા પાછા ખેંચવા આવેદનપત્ર આપવામાં આવ્યુ.

by Admin on | 2023-10-12 15:34:13

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 53


રાણપુર ગ્રામ પંચાયત દ્વારા વેરો વધારવા મામલે  વેપારી એસોસિએશન દ્વારા ગ્રામ પંચાયતના સરપંચને વેરા પાછા ખેંચવા આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રાણપુર ગ્રામ પંચાયત દ્વારા ઘરવેરામાં સફાઈવેરામાં વધારો કરાતા. વેપારી એસોસિયેશન દ્વારા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચને વેરા પાછા ખેંચવા આવેદનપત્ર આપવામાં આવ્યુ. રાણપુર ગ્રામ પંચાયત દ્વારા સફાઈવેરામાં પચાસ રૂપિયા ની જગ્યાએ બસો રૂપિયા વેરો વધારે કરવામાં આવ્યો હતો. અને મકાન વેરામાં આકારણી મુજબ વધારો કરવામાં આવ્યો હતો.રાણપુર વેપારી એસોસિયન દ્વારા આવેદનપત્ર આપવામાં આવતા રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તમામ વેરામાં પચાસ ટકા  ઘટાડો કરવામાં આવ્યો હતો.


રાણપુર ગ્રામ પંચાયત દ્વારા વેરામાં વધારો કરવામાં આવતા શહેરીજનોમાં નારાજગી જોવા મળી હતી. જેથી રાણપુરના વેપારી એસોસીએશન દ્વારા આજે સાંજના 5 કલાકે ગ્રામ પંચાયતના સરપંચને આવેદન પત્ર પાઠવી વેરામાં કરાયેલા વધારો પરત ખેંચવા રજૂઆત કરાતા સરપંચ દ્વારા વેપારી એસોસીએશનની માગ સ્વીકારવામાં આવતા વેપારીઓમાં ખુશી જોવા મળી હતી.

Search
Recent News
Top Trending

Leave a Comment