by Admin on | 2023-10-12 16:02:52
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 149
કલેક્ટરશ્રીએ બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ‘સ્વચ્છતા હી સેવા’ ઝુંબેશને સફળ બનાવવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને આહવાન કર્યું છે, ત્યારે બોટાદ જિલ્લામાં આગામી તા.૧૬ મી ડિસેમ્બર,૨૦૨૩ સુધી ચાલનારા આ અભિયાનમાં બોટાદ જિલ્લાના શહેરી-ગ્રામીણ વિસ્તારના બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશનની સફાઇ, નદી, તળાવ, અમૃત સરોવર, પાણીના સ્ત્રોતો, શાળા-કોલેજો, આંગણવાડી, અવિકસિત અને અનિયમિત વિકસિત એરિયાની સફાઇ કરાશે.

આ ઉપરાંત APMC, બાગ બગીચાઓની સફાઇ, ભીના કચરામાંથી ખાતર બનાવવા ઉપરાંત તમામ એન્ટ્રી પોઇન્ટથી ૫ કિ.મીના વિસ્તારમાં તથા વોટર બોડીઝ, ઘાટની સઘન સફાઇ ઝુંબેશ હાથ ધરવા, વોટરની ટ્રીટમેન્ટ બાદ રિયુઝ અને આખરી નિકાલની વ્યવસ્થા ગોઠવવા, તમામ સરકારી-ખાનગી દવાખાના, PHC, CHC અને અર્બન હેલ્થ સેન્ટરની સફાઇ, પીવાના પાણીનાં ઓવરહેડ ટાંકા, ફિલ્ટરેશન પ્લાન્ટ અને કાંસની સાફ સફાઇ કરવાની સાથે પ્રવાસન સ્થળો, ધાર્મિક સ્થળો સહિત તમામ જાહેર જગ્યાઓએ લોકભાગીદારી અને સ્થાનિક જન પ્રતિનિધિઓના સહયોગથી સ્વચ્છતા ઝુંબેશને વેગવંતી બનાવવા અને જિલ્લાના નાગરિકો પણ સ્વયંભૂ રીતે આ અભિયાનમાં જોડાય, ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં પ્રમુખશ્રી, ધારાસભ્યોશ્રી, સરપંચ, સભ્યોને સ્વચ્છતાની પ્રવૃતિમાં જોડીને વોર્ડ દીઠ જવાબદારી ગોઠવાય તેવું આયોજન કરી સમગ્ર અભિયાનને જન આંદોલન બનાવી બોટાદ જિલ્લાને કચરા મુક્ત બનાવવા અપીલ કરી હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સ્વચ્છતાની વિશેષ કામગીરીની વિગતો વિડીયો- ફોટોગ્રાફ સાથે પોર્ટલ ઉપર અપલોડ કરવા પણ જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન પૂર્ણ થયા બાદ પણ સ્વચ્છતાને લગતી પ્રવૃત્તિઓ અવિરત ચાલું રહે તે જોવા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો. બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી કૌશિકભાઇ પરમાર અને સ્વચ્છ ભારત મિશનના જિલ્લા કોઓર્ડિનેટર શ્રી ભરતભાઇ લાણીયાએ ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશ પરમાર, તમામ તાલુકાના મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ-ચીફ ઓફીસરશ્રીઓ સહિત જિલ્લાના સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ