GUJARAT BOTAD

જિલ્લા વહીવટી તંત્ર સર્વે બોટાદવાસીઓ માટે “વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ” મહોત્સવ રૂપે નવલું નઝરાણું લાવ્યું

by Admin on | 2023-10-12 16:07:38

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 138


જિલ્લા વહીવટી તંત્ર સર્વે બોટાદવાસીઓ માટે “વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ” મહોત્સવ રૂપે નવલું નઝરાણું લાવ્યું

મહોત્સવમાં ૭૮ એમ.એસ.એમ.ઈ અને લાર્જ એકમો દ્વારા એમ.ઓ.યૂ થકી કુલ રૂ. ૩૦૬.૪૨ કરોડનું મુડી રોકાણ કરાશે, કુલ ૧,૨૧૩ લોકોને રોજગારીનું સર્જન થશે: બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી

બોટાદ જિલ્લા વહીવટી તંત્ર સર્વે બોટાદવાસીઓ માટે “વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ” મહોત્સવ રૂપે નવલું નઝરાણું લઈને આવ્યું છે. તા.૧૩/૧૦/૨૦૨૩ના રોજ બપોરે ૩:૦૦ કલાકથી નગરપાલિકા હોલ, બોટાદ ખાતે “વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ” મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશે વધારે માહિતી આપતા જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયે જણાવ્યું હતું કે, “આ મહોત્સવમાં કુલ ૭૮ એમ.એસ.એમ.ઈ અને લાર્જ એકમો દ્વારા એમ.ઓ.યૂ થકી કુલ રૂ. ૩૦૬.૪૨ કરોડનું મુડી રોકાણ કરવામાં આવશે. આ એમ.ઓ.યૂના માધ્યમથી કુલ ૧,૨૧૩ લોકોને રોજગારીનું સર્જન થશે.”


કલેક્ટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, “વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ બોટાદ મહોત્સવના પ્રદર્શનમાં વિવિધ સરકારી કચેરીઓ, ઔદ્યોગિક એકમો તથા હસ્તકલા-આર્ટીઝનના કુલ ૪૧ સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે. જેમાં જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના ૭, વિવિધ બેંકોના ૩, વિવિધ ઔદ્યોગિક એકમોના ૫ અને હસ્તકલા અને આર્ટીઝનના ૨૬ સ્ટોલ રહેશે. આ મહોત્સવમાં જિલ્લાનાં ઔદ્યોગિક એકમો દ્વારા B2B, B2Cનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં B2Bમાં કુલ ૭૩ એકમો દ્વારા ૧૨૮.૧૭ કરોડનો ટ્રેડ થશે તેમજ B2Cમાં કુલ ૨૬ વિવિધ સ્ટોલ દ્વારા તા.૧૩/૧૦/૨૦૨૩ના રોજ ૩:૦૦ વાગ્યાથી ૧૪/૧૦/૨૦૨૩ના રોજ રાત્રે ૦૮:૦૦ કલાક સુધી વેપાર કરવામાં આવશે.”

Search
Recent News
Top Trending

Leave a Comment