GUJARAT BOTAD

બોટાદ શહેરમાં જ્યોતિગ્રામ સર્કલ પાસે મ્યુઝિકલ ફાઉન્ટેન રૂપે શહેરીજનો માટે નવું આકર્ષણ

by Admin on | 2023-10-13 16:10:28

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 412


બોટાદ શહેરમાં જ્યોતિગ્રામ સર્કલ પાસે મ્યુઝિકલ ફાઉન્ટેન રૂપે શહેરીજનો માટે નવું આકર્ષણ

જિલ્લા વહીવટી તંત્ર અને ટેક્સપીન બેરિંગ્સ કંપનીના સહયોગથી તૈયાર કરાયેલા મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ: 4 લાખના ખર્ચે તૈયાર કરાયો ફાઉન્ટેન

ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળકલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાના હસ્તે બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ ખાતે મ્યુઝિકલ ફાઉન્ટેનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી ડો. જીન્સી રોય દ્વારા બોટાદને આગવી ઓળખ મળે તે માટે અનેક નવતર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અને ટેક્સપીન બેરિંગ્સ કંપનીના સહયોગથી તૈયાર કરાયેલો આ મ્યુઝિકલ ફાઉન્ટેન શહેરીજનો માટે નવું આકર્ષણ બન્યો છે. 


ચાર લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા આ મ્યુઝિકલ ફાઉન્ટેનમાં થ્રી લેયર લાઈટીંગ સિસ્ટમ મુકવામાં આવી છે તેમજ ત્રણ મ્યુઝિક સિસ્ટમ થકી આ મ્યુઝિલ ફાઉન્ટેન સમગ્ર વાતાવરણને સુમધૂર બનાવી રહ્યો છે. સંગીતના તાલ ઉપર લાઈટ અને ફાઉન્ટેનની ગતિ પણ તાલબદ્ધ જોવા મળી રહી છે. 


આ અવસરે ભાવનગરના સાંસદશ્રી ભારતીબેન શિયાળ, જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બળોલીયા,અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશ પરમાર,પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ સતાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઇ વીરાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઇ પટેલ સહિત જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 


Search
Recent News
Top Trending

Leave a Comment