GUJARAT BOTAD

બોટાદ જિલ્લા કક્ષાએ ઇનોવેશન રજુ કરશે.શિક્ષક વિનોદભાઈ આર. શ્યાળ

by Admin on | 2023-10-16 18:36:19

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 20


બોટાદ જિલ્લા કક્ષાએ ઇનોવેશન રજુ કરશે.શિક્ષક વિનોદભાઈ આર. શ્યાળ

 જિલ્લા શિક્ષણ અને તાલિમ ભવન-ભાવનગર દ્વારા બોટાદ ખાતે તા. 18, 19 અને 20 ઓક્ટોબરે જિલ્લા કક્ષાનો એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજશે. જેમાં ગઢડા તાલુકની  શ્રી બ્રાંચ શાળા નં-6ના અંગ્રેજી ભાષા શિક્ષકશ્રી વિનોદભાઈ આર. શ્યાળ પ્રથમ વખત “જાદુઈ સ્પેલિંગ બોક્ષ”નો નવતર પ્રયોગ રજુ કરશે. ભાષા શિક્ષક વિનોદભાઈ એ કોરોના સમયમાં શાળાનાં બાળકો શિક્ષણમાં નબળા ન રહે તે માટે શેરી શિક્ષણ, ફળિયા શિક્ષણ, સીમ કે વાડી મુલાકાત કરી શિક્ષનકાર્ય કરાવેલ. કોવિડ  પછી શાળાઓ ફરી શરુ થતાં  અંગ્રેજી ભાષામાં  બાળકોનું મુલ્યાંકન કરેલ. જેમાં બાળકોને અંગ્રેજી ભાષા અઘરી લાગી, અંગ્રેજી ભાષા પ્રત્યે અણગમો જોવા મળ્યો, રસ અને રૂચી ન હોવી, શબ્દભંડોળ ખૂબ ઓછુ, ખોટુ ઉચ્ચારણ, જોડણી દોષ વગેરે કારણો જોવા મળ્યા. જેને લીધે બાળકો અંગ્રેજી ભાષામાં શબ્દો, વાક્યો અને ફકરો વાંચી શકતા નહોતા.આ સમસ્યાનાં નિવારણ માટે ભાષા શિક્ષકશ્રી વિનોદભાઈએ ધોરણ-6થી8માં અંગ્રેજી ભાષામાં “જાદુઈ સ્પેલિંગ બોક્ષ”નો નવતર પ્રયોગ શરૂ કર્યો. જૂન માસ પ્રારંભે જ ધોરણ-6થી8માં દરેક બાળકોને “જાદુઈ સ્પેલિંગ બોક્ષ” બનાવડાવેલ. જેમાં દરેક યુનિટનાં નવા શીખેલ સ્પેલિંગની કાપલીઓ બનાવીને બોક્ષમાં નાખેલ. જૂન માસાંતે આ સ્પેલિંગની વર્ગવાઈઝ ખરાઈ કરી ગણતરી કરેલ. જે બાળકના વધુ સાચા સ્પેલિંગ હતા તેને  “King of Spelling”  થી પ્રોત્સાહિત કરીને નવાજવામાં આવ્યા હતા.

    

          શાળામાં ધોરણ-6થી8નાં બાળકોમાં “જાદુઈ સ્પેલિંગ બોક્ષ” આ નવતર પ્રયોગ થકી અંગ્રેજી ભાષામાં નવો ઉત્સાહ જોવા મળ્યો, દરેક બાળકો રસપુર્વક સ્પેલિંગ શિખતા થયા, અંગ્રેજી વિષય પ્રત્યેની સુગ દૂર થઈ, સ્પલિંગ ઉચ્ચારણ શુધ્ધ થયા. શબ્દસમજૂતી સમૃધ્ધ બની તેમજ બાળકો અંદરોઅંદર એકબીજાને સ્પેલિંગો પુછતાં થયા અને અર્થ જાણતા થયા. આવી રીતે અંગ્રેજીમાં “King of Spelling” બનવા માટે પડાપડી કરવા લાગ્યા. આ ઉપરાંત શબ્દચિત્ર દ્વારા વિષયવસ્તુની જાણકારીમાં વધારો જોવા મળ્યો. મોટા ભાગના બાળકો પોતાનાં જીવનમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરતા થયા. આમ ધોરણ-6થી8નાં બાળકોમાં અંગ્રેજી વિષયનાં જ્ઞાનાત્મક પાસાનો વિકાસ થયો. આ નવતર પ્રયોગ થકી બાળકો અંગ્રેજી ભાષામાં શબ્દો, વાક્યો અને ફકરો તેમજ વાર્તાઓ વાચવા લાગ્યા. આ જાદુઈ સ્પેલિંગ બોક્ષ દ્વારા નૂતન પ્રવાહોમાં જોડાતા થયા. આવા ઉમદા ભાવકાર્યનાં ઉદ્દેશ સાથે ભાષા શિક્ષક વિનોદભાઈ આર. શ્યાળ બોટાદ જિલ્લા કક્ષાએ પોતાનો આ “જાદુઈ સ્પેલિંગ બોક્ષ”નો નવતર પ્રયોગ રજુ કરશે.

Search
Recent News
Top Trending

Leave a Comment