GUJARAT BOTAD

બરવાળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો

by Admin on | 2023-10-18 12:42:28

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 52


બરવાળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ  ખાતે તાલુકા કક્ષાનો મિલેટ મેળો યોજાયો

મિલેટ વિષેની વિસ્તૃત જાણકારી, આધુનિક ખેતી પદ્ધતિ વિષે જાણકારી, મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિના મહત્વ વિષે અપાયું માર્ગદર્શન

  તૃણ ધાન્ય પાકો માટે ખેડૂતોમાં જાગૃતિ વધે અને રોજીંદા જીવનમાં વપરાશ થાય તે હેતુથી મિલેટ ડેવલોપમેન્ટ યોજના હેઠળ બરવાળા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે તાલુકાકક્ષાનો મિલેટ મેળો યોજાયો હતો. 


          આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી  બી. આર. બલદાણીયા, વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક શ્રી ડો. જે. પી. ભટ્ટે મિલેટ વિષેની વિસ્તૃત જાણકારી,તેના ફાયદાઓ, આધુનિક ખેતી પદ્ધતિ વિષે જાણકારી, મિલેટની ઉપયોગિતા સાથે પ્રાકૃતિક કૃષિનું મહત્વ વિષે વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી. 


          બરવાળા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિરેન્દ્રભાઈ ખાચર, એ.પી.એમ.સીના ચેરમેન શ્રી ભાવિકભાઈ ખાચર, શહેર ભાજપ પ્રમુખ શ્રી બાવચંદભાઈ તલસાણી, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી રમેશભાઈ શીલુએ મિલેટનું વધુ વાવેતર થાય તેમજ પ્રાકૃતિક કૃષિમાં પોતે કરેલા જાત અનુભવોથી થયેલ ફાયદાઓ ખેડૂતોને જણાવી માહિતગાર કરવામાં આવ્યા. મિલેટનો ઉપયોગ જન જન સુધી પોહચે તે માટે ખેડૂતોને આહ્વાન કર્યું હતું. મિલેટ અને પ્રાકૃતિક ખેતીનું સમન્વય કરી ખેડૂતોને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. 


          તાલુકાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા ખેતી પાકોને નુકસાન કરતાં વન્ય પ્રાણીઓને ભગાડવા માટેનું યંત્ર બનાવનારા ખેડૂતશ્રીને પ્રશસ્તિ પત્ર આપી મહાનુભાવો દ્વારા સન્માન સરકારશ્રીના વિવિધ યોજનામાં લાભાર્થીઓને મંજૂરી પત્રનું વિતરણ મહાનુભાવો દ્વ્રારા કરવામાં આવ્યું હતું. 


           કાર્યક્રમમાં ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન વિભાગ, આત્મા પ્રોજેક્ટ, વન વિભાગ, આઈ.સી.ડી.એસ., બીજ નિગમ, બિયારણ કંપની તથા માઇક્રો ઈરીગેશન કંપનીના સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં જેના થકી ખેડૂતોએ સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ અને આધુનિક ખેતીના ઈનપુટ વિષે માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં મિલેટ પાકો આધારિત પારંપારિક વાનગીઓના ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.  


         આમ, આંતરરાષ્ટ્રીય તૃણધાન્ય વર્ષ – ૨૦૨૩ ને એક જન આંદોલનના સ્વરૂપે લઈ સામાન્ય રીતે ગૌણ તરીકે જાણીતા ધાન્યને પોષક ધાન્ય તરીકે મુલવી જમીન, ખેતી, પર્યાવરણ, માનવ આરોગ્ય, વગેરેમાં એક સકારાત્મક પરિવર્તન આવે તેવા સહિયારા પ્રયત્નો થકી સફળ બનાવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  

          પ્રારંભે મદદનીશ ખેતી નિયામક શ્રી કે. બી. રમણાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રી જગદીશભાઈ ચાવડા, તાલુકા વિકાસ અધિકારી શ્રી જી. જી. ગોહિલ, ખેતી અધિકારી શ્રી એન. બી. સરીયા, વિસ્તરણ અધિકારી, ગ્રામસેવકશ્રી સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 

Search
Recent News
Top Trending

Leave a Comment