GUJARAT BOTAD

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઇ

by Admin on | 2023-10-19 15:41:23

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 185


બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કમિટીની બેઠક યોજાઇ

હેલ્મેટ પેહર્યા ન હોય કે શીટ બેલ્ટ લગાવેલ ન હોય તેવા વાહન ચાલકો સામે  દંડની કાર્યવાહી હાથ ધરવાં કલેક્ટરશ્રીની તાકીદ

 બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના અધ્યક્ષસ્થાને આજરોજ બોટાદ જિલ્લા સેવા સદન ખાતે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ બેઠકને સંબોધતાં જણાવ્યું હતું કે,  બોટાદ શહેર અને જિલ્લામાં જે સ્થળોએ અકસ્માત થયાં છે તેવા સ્થળોની સંયુક્ત તપાસ કરી કાર્યવાહી હાથ ધરવા, જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરી જરૂર જણાય ત્યાં સ્પીડ બ્રેકર મુકાવવા, યોગ્ય સાઇનેજીસ લગાવવા,ઓવર સ્પીડીંગ કરતાં વાહન ચાલકો સામે કાયદાકીય પગલાં ભરવા, વાહન ચલાવનાર વાહન ચાલકોએ  હેલ્મેટ પેહર્યા ન હોય કે શીટ બેલ્ટ  બાંધેલ ન હોય તેવા તમામ વાહન ચાલકો સામે સત્વરે દંડની કાર્યવાહી હાથ ધરવાં તાકીદ કરી હતી. 


           બેઠકમાં બોટાદ સાળંગપુર રોડ ઉપર આવેલ અંડરબ્રીજની ઉપર આવેલ પારાપીટની ઉંચાઇ વધારવા અંગે જરૂરી સુચનો કર્યાં હતાં. લોકોમાં માર્ગ સલામતી અંગે જાગૃત્તિ આવે તે હેતુસર પ્રચાર-પ્રસાર કરવા જરૂરી સુચનો સાથે માર્ગદર્શન કલેક્ટરશ્રીએ પુરૂં પાડયું હતુ. 

 આ બેઠકમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ચાવડાએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ગત માસે લેવાયેલ મીટીંગની સમીક્ષા કરવાની સાથોસાથ જિલ્લામાં માર્ગ સલામતી અન્વયે કરાયેલી  કામગીરીની વિસ્તૃત જાણકારી પુરી પાડી હતી.  

 બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કિશોરભાઈ બળોલિયા, નિવાસી અધિક કલેક્ટરશ્રી મુકેશભાઈ પરમાર, પ્રાંત અધિકારીશ્રી પરેશ પ્રજાપતિ, સ્ટેટ-પંચાયતના અધિકારીશ્રીઓ સહિત સંબધિત અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.  

Search
Recent News
Top Trending

Leave a Comment