GUJARAT BOTAD

બોટાદ માં મોડી રાત્રે પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ અંગે ચેકીંગ હાથ ધરાયું

by Admin on | 2023-10-26 11:58:39

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 811


બોટાદ માં મોડી રાત્રે પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ અંગે ચેકીંગ હાથ ધરાયું

૯૩ વેપારીઓ પાસેથી રૂ.૨૫૦૫૦ નો દંડ વસુલ કરવાની સાથે ૧૯ કિલો પ્લાસ્ટિક જપ્ત કરાયું 

      જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.જિન્સી રોયની સુચના અને માર્ગદર્શન હેઠળ બોટાદના પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલે ગઇકાલે રાત્રે બોટાદ શહેરના મુખ્ય માર્ગ પાળીયાદ રોડ, બસ સ્ટેશન, હવેલી ચોક, દીનદયાળ ચોક અને જ્યોતિગ્રામ સર્કલ સુધીનાં માર્ગો પર દુકાનધારકોની દુકાન પર ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશ અંગે ચેકીંગની કામગીરી હાથ ધરી હતી. ચેકીંગ દરમિયાન ૯૩ વેપારીઓ પાસેથી રૂ.૨૫૦૫૦ નો પ્રતિકાત્મક રૂપે દંડ સ્થળ પર વસુલ કરવાની સાથે ૧૯ કિલો પ્લાસ્ટિક જપ્ત કર્યું હતું. 

           ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત મુખ્ય માર્ગ પરના PGVCLના બે સબ સ્ટેશનની અંદરનો કચરો પણ રાત્રિ સફાઈ દરમિયાન દૂર કર્યો હતો. 

    પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલે વેપારીઓને દુકાનની આગળ કચરા પેટીઓ રાખવા તેમજ સ્વચ્છતા અંગે સ્વયંમ શિસ્ત રાખવા સમજુત કર્યાં હતાં. આ ચેકીંગ દરમિયાન  મામલતદારશ્રી, નગરપાલિકાના વહીવટદારશ્રી, ચીફ ઓફિસરશ્રી તેમજ બોટાદ નગરપાલિકાના કર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Search
Recent News
Top Trending

Leave a Comment