GUJARAT BOTAD

બોટાદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ટેલિસ્કોપ થકી અવકાશી નઝારો નિહાળી થયાં અભિભૂત

by Admin on | 2023-10-27 10:33:17

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 291


બોટાદ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ટેલિસ્કોપ થકી અવકાશી નઝારો નિહાળી થયાં અભિભૂત

સાળંગપુર બી.એ.પી.એસ.મંદિરનાં સંકુલ ખાતે સાધુ-સંતોએ  ટેલિસ્કોપ દ્વારા આકાશી નજારો નિહાળ્યો

  સાળંગપુર બી.એ.પી.એસ.મંદિરનાં સંકુલ ખાતે ગત રાત્રે ટેલિસ્કોપ ઇન્સ્ટોલ કરાતાં સાળંગપુરના પૂ.જ્ઞાનેશ્વર સ્વામીજી, સાધુ નારાયણ ચિંતનદાસજી, સાધુ  ધર્મનંદન દાસજી, સાધુ આત્મમનન દાસજી તેમજ રાકેશ ભગતે ટેલિસ્કોપ થકી આકાશી નજારો નિહાળ્યો હતો. આ અવસરે નાયબ મામલતદારશ્રી એસ.બી.ખાંભલ્યાએ ટેલિસ્કોપની તકનીકીથી  માહિતીગાર કર્યાં હતા. આ ઉપરાંત  તાજેતરમાં જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાણીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બળોલીયા, અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશ પરમાર સહિત સંબંધિત અમલીકણ અધિકારીઓએ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે  ટેલિસ્કોપ થકી અવકાશી નઝારો નિહાળી અભિભૂત થયાં હતાં.

 

             અત્રે ઉલ્લેખનીય છે કે,  બોટાદ જિલ્લા વહીવટી તંત્ર તેમજ આરએમપી બેરિંગ્સના સંયુક્ત ઉપક્રમે આકાશી નજારો નિહાળવા બોટાદમાં એક-બે નહીં, પરંતુ 4-4 સ્થળો ખાતે “ટેલિસ્કોપ” ઈન્સ્ટોલ કરાવી જિલ્લાવાસીઓને નવલું નઝરાણું અર્પણ કર્યું છે. આ ટેલિસ્કોપની મદદથી વિદ્યાર્થીઓ, યુવાનો સહિત તમામ બોટાદવાસીઓ તેમજ બોટાદનાં ધર્મસ્થાનકો મુલાકાતે પધારતાં રાજ્યભરનાં લોકો આકાશને સૂક્ષ્મ રીતે નિહાળવાની ઇચ્છા હવે ઘરઆંગણે જ પૂરી કરી શકશે.          


Search
Recent News
Top Trending

Leave a Comment