GUJARAT BOTAD

બોટાદ તાલુકા પેંશનર્સ મંડળની વાર્ષિક સામાન્ય સભા અને સન્માન સમારંભની ભવ્ય ઉજવણી.

by Admin on | 2023-10-30 17:34:43

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 169


બોટાદ તાલુકા પેંશનર્સ મંડળની વાર્ષિક  સામાન્ય સભા અને સન્માન સમારંભની ભવ્ય ઉજવણી.


તા.૨૯/૧૦/૨૦૨૩ રવિવારના રોજ સ્વામીનારાયણ ગુરૂકુલ, ગઢડારોડ ખાતે બોટાદ તાલુકા પેન્શનર્સ મંડળની વાર્ષિક સામાન્યસભા તથાસન્માનસમારંભ પૂ. માધવ સ્વામીની નિશ્રામાં  શાનદાર રીતે ઉજવાય ગયો.આ કાર્યક્રમમાં પૂ. માધવ સ્વામી, ગુજરાત સ્ટેટ પેંશનર્સ ફેડરેશનના પ્રમુખ શ્રીનિર્મલસિંહ રાણા, ગુજરાત સ્ટેટ પેંશનર્સ ફેડરેશનના વિવિધ જિલ્લાના ટ્રસ્ટીઓ, બેંક ઓફ મહારાષ્ટ્ર  અમદાવાદ ઝોનના ચીફ મેનેજર શ્રી ભાસ્કરભાઈ થાનકી,બેન્ક ઓફ મહારાષ્ટ્ર બોટાદ શાખાના મેનેજર શ્રી સંતોષ શર્મા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના મેનેજર શ્રી સ્વપ્નીલ સહાય આઈ.સી.આઈ.સી.આઈ.બેન્ક બોટાદ શાખાના મેનેજર શ્રી દલપતસિંહ રાજપૂત 


બોટાદ ટ્રેઝરી ઓફિસના શ્રી પટેલ સાહેબ તેમજ બરવાળા, રાણપુર, ગઢડા તાલુકાના પેન્શનર્સ મંડળના પ્રમુખ મંત્રીઓ વગેરે મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી.વિવિધ વક્તા દ્વારા પેંશનર્સે રાખવાની  સાવધાની, પેન્શન સંબંધી લાભદાયક નવા નિયમો તેમજ સુખાકારી જીવનની શુભકામનાઓ પાઠવવામા આવી હતી.આ ઉપરાંત ભોજન સમારંભના દાતા શ્રી શાંતુભાઈ ખાચર, અન્ય દાતાઓ, ૬૫  વર્ષના પેંશનર્સ ભાઈ'-બહેનોનું સન્માન,  ૮૦વર્ષના પેંશનર્સ ભાઈ-બહનોને વોકીંગ સ્ટીક આપવામાં આવી હતી. આ સમારંભમાં સન્માન માટેની શાલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને વોકીંગ સ્ટીક બેન્ક ઓફ મહારાષ્ટ્રના સૌજન્યથી આપવામા આવેલ. આ કાર્યક્રમમાં ૪૦૦ ઉપરાંત જેટલી વિશાળ સંખ્યામાં પેંશનર્સ ભાઈ બહેનોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો.આભારવિધિ શ્રી મૂળજીભાઈ અલગોતરે  કરીહતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં મંડળના પ્રમુખ શ્રીમનોજભાઈ ઉપાધ્યાય,મંત્રી શ્રી એચ.એન. કુરેશીભાઈ,અને વસંતભાઈ પિપાવત અને તમામ કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.


Search
Recent News
Top Trending

Leave a Comment