GUJARAT BOTAD

બોટાદ માહિતી કચેરીના જુનિયર કલાર્ક આર.ડી.રાણા વયનિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

by Admin on | 2023-10-30 17:39:12

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 97


બોટાદ માહિતી કચેરીના જુનિયર કલાર્ક આર.ડી.રાણા વયનિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો

૩૪ વર્ષની કારકિર્દી દરમિયાન શ્રી રાણાએ અમદાવાદ,ચોટીલા, લીંબડી,ધાંગધ્રા,સુરેન્દ્રનગર અને બોટાદ કચેરીમાં ફરજ બજાવી

  નિવૃત સંયુકત માહિતી નિયામકશ્રી વિભુતીબેન છાયા તથા વડોદરા સંયુકત માહિતી નિયામકશ્રી હેતલ દવેની પ્રેરક ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લા માહિતી કચેરી ખાતે ફરજ બજાવતા જુનિયર કલાર્ક શ્રી આર.ડી.રાણાની ૩૪ વર્ષની માહિતી ખાતામાં સેવાઓ આપીને ૩૧ ઓક્ટોબર,૨૦૨૩ના રોજ વયનિવૃત્ત થતા હોવાથી આજે બોટાદ ખાતે વિદાય સમારંભ યોજાયો હતો.શ્રી રાણાએ માહિતી વિભાગમાં ૩૪ વર્ષની કારકિર્દી દરમિયાન અમદાવાદ,ચોટીલા, લીંબડી, ધાંગધ્રા,સુરેન્દ્રનગર અને બોટાદ કચેરીમાં ફરજ બજાવી હતી


        આ પ્રસંગે નિવૃત સંયુક્ત માહિતી નિયામકશ્રી વિભુતીબેન છાયાએ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, માહિતી વિભાગમાં શ્રી રાણાએ મારી પાસે ૩ વર્ષ જેટલાં  ખૂબ જ ટૂંકા ગાળા દરમ્યાન નિષ્ઠાપૂર્વક તેમની ફરજ બજાવી કચેરીની વિવિધ શાખાની કામગીરી કરી એ તેમની ઉપલબ્ધિ છે.આ સાથે અન્ય જિલ્લા કચેરીઓ સાથે સંકલન સાધીને સરળતાથી કામગીરી નિભાવી છે.વ્યક્તિની કામ કરવાની સુઝ અને કામ કરવાની ઇચ્છાશક્તિ હોય તો ગમે તે ક્ષેત્રમાં સફળ થવાય છે. તેમનું નિવૃત્તિમય જીવન સુખમય અને તંદુરસ્ત રહે,તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી. 


        વડોદરા સંયુકત માહિતી નિયામકશ્રી હેતલ દવેએ કહયું કે, શ્રી રાણાએ સૌને સાથે રાખીને કામ કર્યું છે, સદાય હસ્તા ચહેરે કામગીરી કરવાની તેમની રીત, કચેરીમાં આવતા કોઇપણ વ્યક્તિેને ચા પીવડાવ્યા છીવાય પરત જવા ન દે તેવી શ્રી રાણાની લોકો પ્રત્યેની સંવેદના જોવા મળી છે. વાદવિવાદ વિના સંવાદથી કામ કર્યું હોવાને તેમની કારકિર્દીનું સૌથી સફળ પાંસુ ગણાવ્યું હતું. આ વેળાએ શ્રી દવેએ તેમના જુના સંસ્મરણો વાગોળ્યા હતાં.આ સમારોહમાં બોટાદ જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ  નિવૃત્ત થઈ રહેલા જુનિયર કલાર્ક શ્રીઆર.ડી.રાણાને પુષ્પગુચ્છ,શાલ અને શ્રીફળ આપીને અભિવાદન- સ્મૃતિ ભેટો અર્પણ કરી હતી. આ ઉપરાંત અન્ય જિલ્લાની કચેરીના સાથી કર્મચારીઓ તેમજ  સુરેન્દ્રનગર જિલ્લાના મીડીયા કર્મીઓ, બોટાદ સમાચાર દૈનિકના તંત્રીશ્રી નિરજ દવે સહિતના તેમના સાથીઓએ સ્મૃતિ ભેટો અર્પણ કરી ભાવસભર વિદાય આપી હતી.


              આ તકે રોજગાર અધિકારીશ્રી ત્રિવેદી, રાજકોટ માહિતી કચેરીના અધિક્ષક શ્રી આર.એ.ડેલા,કદમ દૈનિકના તંત્રીશ્રી તુષારભાઇ રાવલ, શ્રી રામજીભાઇ, શ્રી રાજભા, સિનિયર કલાર્ક શ્રી ભરત દેત્રોજાએ શ્રી રાણાના સમય દરમિયાન કરેલી કામગીરીના સંસ્મરણો વાગોળ્યા હતાં. પ્રારંભે સહાયક માહિતી નિયામકશ્રી યુ.જે.બરાળે સૌને આવકાર્યાં હતાં. સમગ્ર કાર્યક્રમનું સંચાલન માહિતી મદદનીશ સુશ્રી અરૂણાબેન ડાવરાએ કર્યું હતું.અંતમા માહિતી મદદનીશશ્રી સુનીલ મકવાણાએ આભારવિધિ કરી હતી.વિદાય સમારોહને સફળ બનાવવા બોટાદ  જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. 

Search
Recent News
Top Trending

Leave a Comment