by Admin on | 2023-11-01 15:49:07
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 122

બોટાદમાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ તાલીમ અને રોજગાર મળી રહે તે હેતુથી કાર્યરત આસ્થા મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા સ્નેહ ઘર અધ્યતન સુવિધા સાથેનું તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવેલ છે. સ્નેહના ઘરના જમીનના મુખ્ય દાતા શ્રી લાલજીભાઈ પટેલ ઉગામેડીવાળા, તથા બાંધકામના મુખ્ય દાતા શ્રી સૌરભભાઈ પટેલ યશવંત દલાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને ઉપરના માળના બાંધકામ દાતા પ.પુ. હેમપ્રભસૂરિજી મહારાજ સાહેબની પ્રેરણાથી માતૃ શ્રી જયાબેન દોઢીયા પરિવાર હાલાર જામનગર સેવા મળેલ છે. સ્નેહનું ઘરનું લોકાર્પણ કાર્યક્રમ લાલજીભાઈ પટેલ-ધર્મનંદન ડાયમંડ, સૌરભભાઈ પટેલ, માધવ સ્વરૂપસ્વામી, ભરતભાઈ આર્ય, ડો. રવજીભાઈ ગાબાણી, પ્રતાપભાઈ ધાધલ, ધર્મેન્દ્રભાઈ વડોદરિયા, લાલજીભાઈ કળથીયા, ચંદુભાઈ સાવલિયા, હેમલતાબેન દેસાઈ, કલ્પેશભાઈ ગાંધી, વિજયભાઈ બગડીયા, તાલુકા પંચાયત પ્રમુખ, શાળા સંચાલક મંડળ પ્રમુખ અને અન્ય મહાનુભાવની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.

લોકાર્પણ કાર્યક્રમમાં સૌપ્રથમ દરેક દાતાઓના હસ્ત જે તે રૂમનું રીબીન ખોલી અને ઓપનિંગ કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય, સ્વાગત વિધિ અને પ્રાર્થના થકી શરૂ થયેલ કાર્યક્રમમાં દિવ્યાંગ બાળકોએ જુદા જુદા ગીત પર પોતાના કૃતિઓ રજૂ કરેલ. સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ ભીમાણીએ સંસ્થાની યશગાથા જણાવી દિવ્યાંગ બાળકોને તાલીમ અને રોજગાર માટે સદાય આ સંસ્થા તત્વ રહેશે તેવું વચન આપેલ. લાલજીભાઈ કળથીયાએ પોતાના પ્રવચનમાં બાંધકામની શરૂઆતથી લઈ આજ સુધી થયેલ કાર્ય વિશે વિગતવાર સમજણ આપેલ. ઉપસ્થિત દાતાશ્રીઓએ બોટાદના પ્રજાજનોને સંસ્થાને સહયોગી બનવા અને ઘરના નાના-મોટા પ્રસંગોએ સંસ્થાને આર્થિક અનુદાન આપવા માટે હાકલ કરેલ. પ્રેરક વક્તા રવજીભાઈ ગાબાણી દિવ્યાંગ વ્યક્તિને શિક્ષણ થકી થતા પરિવર્તન તથા આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ ના ઉદાહરણ સાથે દિવ્યાંગ શિક્ષણનું મહત્વ સમજાવેલ.

આશીર્વાદરૂપે માધવ સ્વરૂપસ્વામી આ સંસ્થા ઉતરોતર સેવાના કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત કરે તેવા આશીર્વાદ પાઠવેલ. મુખ્ય દત્તા લાલજીભાઈ પટેલ તથા સૌરભભાઈ પટેલે સંસ્થાને જ્યાં પણ મદદની જરૂર પડે ત્યાં મદદની બાહેધરી સાથે બોટાદ જિલ્લામાં એક આદર્શ સંસ્થા બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવેલ. કાર્યક્રમમાં મનોરમાં સારીયા પરિવાર મુંબઈ તરફથી સંસ્થાને ટ્રાન્સપોર્ટેશન સુવિધા માટે રૂ. દસ લાખનો ચેક અર્પણ કરવામાં આવેલ. સન્માન કાર્યક્રમમાં તમામ દાતાઓને સન્માન પત્ર અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે દિવ્યાંગ બાળકોએ સમુહ ડાન્સ અને ત્યાર પછી સમૂહ ભોજન સાથે કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નરેન્દ્રભાઇ જોશી અને દર્શનભાઈ પટેલે કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સ્નેહ નું ઘર સમિતિ, વાલી મંડળ, બંસી ગ્રુપ, જાયન્ટ્સ ગ્રુપ અને સંસ્થાના સ્ટાફે જહેમત ઉઠાવેલ.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ