by Admin on | 2023-11-01 15:53:34
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 375

લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ સુદ્રઢ બનાવવા અને રાષ્ટ્રની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનાર વીરોના બલિદાનોને ગૌરવાન્વિત કરવાના હેતુથી બોટાદ જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં અમૃત કળશ યાત્રા યોજાઈ હતી.

બોટાદ જિલ્લાના તાલુકાઓમાંથી એકત્રિત કરવામાં આવેલા માટી ભરેલા કળશોને વધાવવામાં આવ્યા હતા અને કળશ યાત્રાને લીલીઝંડી આપવામાં આવી હતી.ત્યારબાદ તમામ તાલુકાઓમાંથી માટી ભરેલા કળશને જિલ્લા પંચાયત ખાતે કળશ યાત્રાને આવકારીને વીરોની વંદના કરી હતી

અને જિલ્લામાંથી એકત્રિત કરાયેલા માટીના કળશને રાજ્યકક્ષા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. ટીમ લીડર ઉમંગભાઈ ચાવડાની આગેવાનીમાં કુલ 19 કળશ યાત્રીઓ દ્વારા બોટાદ જિલ્લાના 190 ગામોની માટી દિલ્હી ખાતે પહોંચાડી ત્યાં સમગ્ર દેશમાંથી એકઠી કરાયેલી માટીના કળશમાં અર્પણ કરવામાં આવી હતી. આ અવસરે કળશ યાત્રીઓએ વિસ્તારની ભાતીગળ સંસ્કૃતિનું પ્રદર્શન થાય તેવા પોશાક પહેર્યા હતા તથા વીર શહીદોને યાદ કરવામાં આવ્યા હતા.કળશ યાત્રા પ્રસ્થાન કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ સહિત જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ-સદસ્યશ્રીઓ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મયોગીઓ જોડાયા હતા.
બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ