by Admin on | 2023-11-08 18:00:17
Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 22

આવકાર તેમજ વિદાય સમારોહમાં બરવાળા શહેરનાં આગેવાનો હોદેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિતરહ્યા હતા.બરવાળાનગરપાલિકા કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓનો વિદાય તેમજ આવકાર સત્કારસમારોહ યોજવામાં આવ્યો હતો.જે સમારોહમાં શ્રી મનોહરભારતી બાપુ (મહંતશ્રી મેલડી માતાજીમંદિર મુંગલપુર), શ્રી જગદેવદાસજી બાપુ (મહંતશ્રી લક્ષ્મણજી મંદિર), શ્રી હસુરામબાપુ(મહંતશ્રી રોકડિયા હનુમાનજી મંદિર), પ્રતાપભાઈ બારડ,ભોલાભાઈ મોરી,કમલેશભાઈ રાઠોડ,દક્ષાબેનબાવળીયા,જગદીશભાઈ ચાવડા(પ્રમુખ બરવાળા ન.પા.),વાય.જે.ગણાત્રા (ચીફ ઓફિસર બરવાળાન.પા.), અમૃતાબેન ધોલેરીયા,ઇન્દ્રસિંહ ઝાલા,કરણસિંહ રાઠોડ, ભાવસંગભાઈ તલસાણીયાસહીતનાં રાજકીય-સામાજિક આગેવાનો હોદેદારો તેમજ વેપારી આગેવાનો મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા હતા.

બરવાળાનગપાલિકા કચેરી ખાતે ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓનો વિદાય તેમજ આવકારસત્કાર સમારોહ તા.૦૭/૧૧/૨૦૨૩ નાં રોજ સવારે ૧૧:૩૦ કલાકે કમલમ હોલ ખાતે યોજવામાંઆવ્યો હતો.બરવાળા પાલિકા કચેરી ખાતે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ કે.ઝાલા (સીનીયરક્લાર્ક),દિગ્વિજયસિંહ એન.પઢીયાર(ટેક્ષ ઇન્સ્પેકટર),રામદેવસિંહ વી.ઝાલા(ક્લાર્ક), ભરતસિંહડી.મોરી(ક્લાર્ક),કમલેશગીરી આઈ.ગોસ્વામી દ્વારા સ્વૈચ્છીક નિવૃત્તિ લેતા તેમજવિરાજ આર.શાહ (ચીફ ઓફિસર),ભાવેશભાઈ મકવાણા(સેનેટરી ઇન્સ્પેકટર) ની બદલી થતા સાતકર્મચારીઓનો વિદાય સમારોહ તેમજ બરવાળા નગરપાલિકા કચેરી ખાતે નવ નિયુક્ત ચીફ ઓફિસરવાય.જે.ગણાત્રા નો આવકાર સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો.

સત્કાર સમારોહ દીપપ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો.મિશ્રશાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થનાગીત,સ્વાગત ગીત તેમજ વિદાય ગીતની કૃતિઓ રજુ કરવામાં આવી હતી.સમારોહમાં ઉપસ્થિત અધિકારીઓ-આગેવાનોનેપુષ્પગુચ્છ,હાર,શાલ,મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનોદ્વારા વિદાય તેમજ આવકાર સત્કાર અંગેનાં પ્રવચનો આપવામાં આવ્યા હતા. કર્મચારીઓનુંનિવૃત જીવન સુખાકારી,નિરામય રહે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.ઉપસ્થિત આગેવાનો દ્વારા વિદાય લઈ રહેલા કર્મચારીઓની વર્ષોથી ફરજ બજાવેલ કામગીરી વાગોળી,વર્ષો જુના સંસ્મરણો તાજા કરી કર્મચારીઓને બિરદાવ્યા હતા.ફરજનાં ભાગરૂપેકર્મચારીઓની બદલી તેમજ નિવૃત થતા હોય છે બરવાળા નગરપાલિકા કચેરીમાં વર્ષોથી ફરજબજાવતા પાંચ કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક નિવૃત થતા તેઓને પ્રમાણપત્ર,મોમેન્ટ,શાલ,હાર વિગેરે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.નિવૃત થયેલ કર્મચારીઓને વિદાય સમારોહમાંલાગણીસભર વિદાય આપવામાં આવી હતી.

બરવાળાનગરપાલિકાનાં કર્મચારીઓ તેમજ અધિકારીઓનાં વિદાય તેમજ આવકાર સત્કાર સમારોહને સફળબનાવવા નીલેશભાઈ વસાણી તેમજ ગંભીરસિંહ ભાડલીયા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

બોટાદ જિલ્લા યુવા મોરચા દ્વારા બોટાદ જિલ્લા કાર્યાલય ખાતે બેઠક યોજાઈ
બોટાદની પાયોનીયર એકડેમીના બાળકોની સ્કેટિંગ પદયાત્રા
બોટાદ જિલ્લા મજદૂર સંઘ દ્વારા વિવિધ માંગને લઇ કલેકટરશ્રી ને આપ્યું આવેદનપત્ર
પાસવર્ડ એજ્યુકેશન દ્વારા ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો
બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં વહીવટી તંત્ર અરજદારોની પડખે રહીને તેમની તમામ સમસ્યાઓનું નિરાકરણ લાવવામાં સકારાત્મક પરિણામ મેળવી રહ્યું છે
બોટાદ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી મકવાણાના અધ્યક્ષસ્થાને 'બોટાદ તાલુકા સ્વાગત કાર્યક્રમ' યોજાયો
સરકારશ્રીનાં સ્વાગત કાર્યક્રમથી હું ખૂબ જ પ્રભાવિત છું : અરજદાર રાજેશભાઇ પરમાર
સંતોષકારક માર્ગદર્શન મળતાં રાજીપો વ્યક્ત કરતાં અરજદારશ્રીઓ