GUJARAT BOTAD

ગ્રીન ગ્લોબલ બ્રિગેડ - ગુજરાત દ્વારા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ને રાજ્યપાલ શ્રીમતી આનંદી બેન પટેલ ના વરદ હસ્તે અર્પણ

by Admin on | 2023-11-08 18:02:18

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 21


ગ્રીન ગ્લોબલ બ્રિગેડ - ગુજરાત દ્વારા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ને રાજ્યપાલ શ્રીમતી આનંદી બેન  પટેલ ના વરદ હસ્તે  અર્પણ

  ગ્રીન ગ્લોબલ - બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત ના ૩૩ જિલ્લા માં  પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણ  સમર્પિત પર્યાવરણ પ્રહેરીઓ નું ઉમદા કાર્ય કરતા વ્યક્તિઓ નું સન્માન 5 નવેમ્બર ૨૦૨૩ ના રવિવાર ના રોજ તિરુપતિ નેચરલ પાર્ક , વિસનગર ખાતે પદ્મભૂષણ  પૂ.સચ્ચિદાનંદ  સ્વામીજી ની ઉપસ્થિત માં  મહામહિમ શ્રીમતી આનંદીબહેન પટેલ(રાજ્યપાલ, ઉત્તર પ્રદેશ) ના વરદ હસ્તે  તથા ડૉ. જીતુભાઇ તિરુપતિ (ગ્રીન એમ્બેસેડર) અને નિલેશભાઈ રાજગોર (પ્રમુખ, GGB) ની હાજરી માં કરવામાં કરવામાં આવેલ. જેમાં બોટાદ જિલ્લા પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ - ૨૦૨૩  ગ્રીન મેન સી.એલ.ભીકડીયા ને રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન બેન પટેલ ના વરદ હસ્તે અર્પણ કરવામા આવેલ .જેમાં સન્માન પત્ર અને ₹.૧૧૦૦૦ :૦૦ સન્માન રાશિ આપવામાં આવેલ.

   

 સી.એલ.ભીકડીયા  દ્વારા ગુજરાત નું ગૌરવરૂપ હરિયાળું મુક્તિધામ (સ્મશાન) નવ નિર્માણ  , શ્રી ધનવંતરીય ઔષધીય ઉપવન , રાશિવન નિર્માણ કરેલ છે .જ્યારે જલ સંચય , પર્યાવરણ ,સ્વચ્છતા જન જાગૃતિ , વૃક્ષારોપણ વગેરે કામગીરી છેલ્લા ૩૦ વર્ષ થી થઈ રહી છે.

  સી.એલ.ભીકડીયા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ , મુક્તિધામ નવનિર્માણ સમિતિ ,બોટાદ ડિસ્ટ્રિક્ટ બોડી બિલ્ડીંગ એસોસિયેશન ,બોટાદ જિલ્લા ખોડલધામ સમિતિ તેમજ અનેક સામાજિક ધાર્મિક સંસ્થાઓ સાથે સેવામાં  કાર્યરત છે.

  આ પ્રસંગે બોટાદ જિલ્લા ગ્રીન બ્રિગેડ ના મહામંત્રી મયુરધ્વજસિંહ ભાટી,પીપલ્સ બેકના ચેરમેન જીવરાજભાઈ કળથીયા , જાયન્ટ્સ સંસ્થાના લાલજીભાઈ કળથીયા,નિલેશભાઈ કોઠારી હાજર રહેલા.

Search
Recent News
Top Trending

Leave a Comment