GUJARAT BOTAD

દિવાળી પર્વની અનોખી ઉજવણી.બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે ગરીબ વસ્તીમાં મીઠાઈ, ફરસાણ, ફ્રૂટ નુ વિતરણ કરાયું

by Admin on | 2023-11-12 18:59:09

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 337


દિવાળી પર્વની અનોખી ઉજવણી.બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે ગરીબ વસ્તીમાં મીઠાઈ, ફરસાણ, ફ્રૂટ નુ વિતરણ કરાયું

બોટાદના  ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા  બોટાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ગરીબ વસ્તીમાં મીઠાઈ, ફરસાણ, ફ્રૂટ નું વિતરણ કરી દિવાળી પર્વની ઉજવણી કરાઈ હતી.


દિવાળી પર્વની લોકો ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. શહેરીજનો મીઠાઈ, ફરસાણ, કપડા અને ફટાકડા લાખો રૂપિયાના લઈને દિવાળી પર્વની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે. પરંતુ ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા ગરીબ વસ્તીના લોકો કે જેની આર્થિક સ્થિતિ નબળી હોય છે. જેઓ આ પર્વની ઉજવણી કરી શકતા નથી.


ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ અને એનજીઓ દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ગરીબ વસ્તીમાં લોકોને મીઠાઈ, ફરસાણ, કપડા અને ફટાકડાનુ વિતરણ કરે છે. ત્યારે બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા ગરીબ વસ્તીમાં વિતરણ કરવામાઆવ્યુ હતું.


સાંજના સમયે બોટાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ગરીબ વસ્તીમાં મીઠાઈ, ફરસાણ, અને ફ્રૂટ નુ વિતરણ કરાયું હતું. જ્યારે મોટી સંખ્યામાં લોકોએ ફરસાણ મીઠાઈ,  ફ્રૂટ લઈને આનંદિત થયા હતા.


ઉમેશભાઈ મકવાણા દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી એક મુહિમ શરૂ કરી છે કે, સારા લોકો તો વાર તહેવારની ઉજવણી ધામધૂમથી કરતા જ હોય છે. પરંતુ જે ગરીબ વસ્તીના લોકો છે તેમની પાસે રહેવા ઘર કે કોઈ આવકનું સારુ સાધન નથી તેવા લોકો તહેવારની ઉજવણી કરી શકતા નથી.જેથી આવી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ગરીબ વસ્તીમાં મીઠાઈ, ફરસાણ, કપડા અને ફટાકડાનુ વિતરણ કરવું જોઈએ. જેથી તેઓ પણ તહેવારની ઉજવણી કરી શકે


તેના ભાગરૂપે આજે બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા પરિવાર સાથે બોટાદમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં જઈને ગરીબ વસ્તીમાં મીઠાઈ, ફરસાણ, ફ્રૂટ નુ વિતરણ કરાયું છે.આ કાર્યક્રમમાં આપ ના બોટાદ શહેર પ્રમુખ કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા


Search
Recent News
Top Trending

Leave a Comment