GUJARAT BOTAD

બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું: નેશનલ ક્વોલીટી અશ્યોરન્સ સ્ટાન્ડર્ડના ધારા ધોરણો સર કરતું રાણપુરનું નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

by Admin on | 2023-11-19 11:16:38

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 148


બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું: નેશનલ ક્વોલીટી અશ્યોરન્સ સ્ટાન્ડર્ડના ધારા ધોરણો સર કરતું રાણપુરનું નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર

લેબોરેટરી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ, જનરલ એડમિનિસ્ટ્રેશન સહિત વિવિધ ૬ વિભાગોનું ઝીણવટ ભર્યું મુલ્યાંકન કરાયું


ગુણવત્તા બાહેંધરીના ધોરણોમાં નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ ૯૩.૨૩ ટકા મેળવ્યાં

   બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ ગુણવત્તાયુક્ત સેવાઓ, સ્વચ્છતા, સ્ટાફના જ્ઞાન અને દર્દીને મળતી સંતોષકારક સેવાઓની બાબતમાં આગવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે આપવામાં આવતી સેવાઓનું રાષ્ટ્રીય કક્ષાના એસેસર દ્વારા મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અનુક્રમે ૯૩.૨૩ ટકા મુલ્યાંકન સાથે બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગની યશ કલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.  


                જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. જિન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અક્ષય બુદાનિયાના નેતૃત્વમાં બોટાદ જિલ્લાએ વિવિધ ક્ષેત્રે વિકાસ સાધ્યો છે ત્યારે બોટાદ જિલ્લામાં તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાના ગુણવત્તા બાહેંધરીના ધોરણોનું એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે.એસ. કનોરીયાના માર્ગદર્શન અને જિલ્લા ક્વોલીટી અશ્યોરન્સ મેડીકલ ઓફિસરશ્રી ડો. બી. કે. વાગડિયાની આગેવાની હેઠળ રાણપુરના નાગનેશ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોએ ગુણવત્તાના ધોરણો સર કર્યા છે.  


           અત્રે નોંધનીય છે કે, આ એસેસમેન્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના યુનિટ એવા NHSRC ના ૨ એક્સટર્નલ એસેસર મારફત કરવામાં આવ્યું હતું, જેમાં પ્રસુતિ રૂમ, લેબોરેટરી, નેશનલ હેલ્થ પ્રોગ્રામ, જનરલ એડમિનિસ્ટ્રેશન, ઇનડોર અને આઉટ ડોર વિભાગ સહિત જુદાં-જુદાં ૬ વિભાગોનું ઝીણવટભર્યું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ ગુણવત્તા બાહેંધરીના ધોરણો સર કરવામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડૉ.પાર્થ રાજ અને તેમના તમામ કર્મયોગીઓ તેમજ જિલ્લાની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. 


                “સ્વસ્થ અને સુરક્ષિત ગુજરાત”ની વિભાવનાને રાજ્ય સરકારશ્રી સતત ચરિતાર્થ કરી રહી છે. સ્વાસ્થ્ય સંદર્ભે પ્રત્યેક નાગરિકને તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ થાય તેવી રીતે યોજનાઓ ઘડી તેનું સુચારૂં અમલીકરણ થઈ રહ્યું છે. જેની ફળશ્રૃતિ રૂપે ગુજરાત રાજ્યની આરોગ્યલક્ષી સેવાઓની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાઈ રહી છે. 

Search
Recent News
Top Trending

Leave a Comment