GUJARAT BOTAD

તા. ૨૯-૧૧-૨૦૨૩, બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા યુવા મોરચા કારોબારી બેઠક તથા મંડલ સશક્તિકરણ કાર્યશાળા અંતર્ગત ખેડૂત ભવન હોલ, જુના માર્કેટીંગ યાર્ડ બોટાદ ખાતે યોજાઈ.

by Admin on | 2023-11-29 14:40:35

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 301


તા. ૨૯-૧૧-૨૦૨૩, બુધવારના રોજ ભારતીય જનતા પાર્ટી બોટાદ જિલ્લા યુવા મોરચા કારોબારી બેઠક તથા મંડલ સશક્તિકરણ કાર્યશાળા અંતર્ગત ખેડૂત ભવન હોલ, જુના માર્કેટીંગ યાર્ડ બોટાદ ખાતે યોજાઈ.

 બેઠકમાં બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી શ્રી રસિકભાઈ ભુંગાણી, શ્રી ભુપતભાઈ મેર, જિલ્લા યુવા મોરચા પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બોળીયા, જિલ્લા યુવા મહામંત્રી શ્રી જગદીશભાઈ મકવાણા, શ્રી ભૂમિરાજસિંહ ઝાલા, બોટાદ શહેર મહામંત્રી શ્રી જગદીશભાઈ ચૌહાણ, સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ જિલ્લા સંયોજક હિતેન્દ્રસિંહ ડાયમા, જિલ્લા સોશિયલ મીડીયા ઈન્ચાર્જ શ્રી ચેતનભાઈ ઝાલા તેમજ બોટાદ જિલ્લા અને મંડલના યુવા મોરચાના હોદ્દેદારોશ્રીઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.


આ બેઠકની શરૂઆત દીપ પ્રાગટય થી કરી, રાષ્ટ્રીય ગીત "વંદે માતરમ્" ગાવામાં આવ્યું. ઉપસ્થિત આમંત્રિત મહેમાનોનું શાલ ઓઢાડીને ખેસ પહેરાવી અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું. શાબ્દિક સ્વાગત જિલ્લા યુવા પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ બોળીયા દ્વારા કરવામાં આવ્યું.


બેઠક પૂર્ણ થતાં આભાર વિધિ જિલ્લા યુવા મહામંત્રી શ્રી જગદીશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી. સમગ્ર બેઠકનું સંચાલન જિલ્લા યુવા મહામંત્રી શ્રી ભૂમિરાજસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ.


આ સમગ્ર બેઠક આયોજન માટે હોલ અને બપોરના ભોજનની વ્યવસ્થા બદલ બોટાદ માર્કેટીંગ યાર્ડ ચેરમેન શ્રી મનહરભાઈ માતરીયા, વાઈસ ચેરમેન શ્રી છનાભાઈ કેરાળીયા તેમજ તમામ ડિરેકટરશ્રીઓનો બોટાદ જિલ્લા યુવા મોરચો ખૂબ ખૂબ આભાર માને છે.


Search
Recent News
Top Trending

Leave a Comment