GUJARAT BOTAD

સ્પેરપાર્ટની દુકાન ચલાવતા યુવાને છેલ્લા ત્રણ મહિનાથી વ્યાજ ન ચૂકવતા લાકડીથી માર માર્યો હાથપગ ભાંગી નાખ્યા

by Admin on | 2023-11-30 19:45:57

Share: Facebook | Twitter | Whatsapp | Linkedin Visits: 558


સ્પેરપાર્ટની દુકાન ચલાવતા યુવાને છેલ્લા ત્રણ મહિનાથી વ્યાજ ન ચૂકવતા લાકડીથી માર માર્યો હાથપગ ભાંગી નાખ્યા

બોટાદ જિલ્લાના પાળીયાદ ગામે લીંડીયાના કાંઠે વિસ્તારમાં રહેતા રાકેશભાઈ જીજરીયા જેઓ બોટાદ શહેરનાં પાળીયાદ રોડ પર આવેલી શુભમ કોમ્પલેક્ષની સામે સ્પેરપાર્ટની દુકાન ચલાવે છે. રાકેશભાઈને રૂપિયાની જરૂરીયાત હોય જેથી રાકેશભાઈએ પાળીયાદ ગામે રહેતા યુવરાજસિંહ ડોડીયા પાસેથી એક લાખ રૂપિયા દસ ટકાના વ્યાજે લીધેલા હતા. જેનું દર મહિને દસ હજાર રૂપિયા વ્યાજ રાકેશભાઈ આપતા હતા.


રાકેશભાઈ છેલ્લા ત્રણ મહિનાનું વ્યાજ આપી શક્યા ન હતા. જેથી યુવરાજસિંહ વ્યાજના બાકી રૂપિયાની ઉઘરાણી કરતા હતા. ત્યારે રાકેશભાઈએ થોડાક દિવસો પછી રૂપિયા આપી દઈશ તેમ કહ્યું હતુ. ત્યાર બાદ રાકેશભાઈ પોતાની મોટરસાયકલ લઈને પોતાની દુકાને બોટાદ આવવા નિકળી ગયા હતા. ત્યારે યુવરાજસિંહ ડોડીયા પોતાની સીફ્ટ કાર લઈને રાકેશભાઈની પાછળ આવ્યા હતા અને રાકેશભાઈને લાકડી વડે માર મારી તેમના હાથપગ ભાંગી ફરાર થયા હતા.


ઈજાગ્રસ્ત રાકેશભાઈને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે બોટાદની સબિહા હોસ્પિટલ ખસેડ્યા હતા. રાકેશભાઈએ યુવરાજસિંહ ડોડીયા વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. ઘટનાની જાણ થતાં બોટાદ પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે યુવરાજસિંહ ડોડીયા વિરૂધ્ધ કલમ 325, 506(2), 135 નાણા ધીરધાર અધિનિયમ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.





Search
Recent News
Top Trending

Leave a Comment